વરસાદની આગાહી : ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવશે

Heatwave Alert : રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી.. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન... અલગ અલગ વિસ્તારોમાં પડી શકે માવઠું

વરસાદની આગાહી : ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવશે

Gujarat Weather : ગુજરાત પર આજે પણ કુદરતનો પ્રકોપ વરસવાનો છે. ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે. જેની અસરના ભાગરૂપે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ આવતા તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. પરંતું આ ઘટાડો વરસાદ પૂરતો જ હશે. વરસાદ પડી ગયા બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે. 

12 જિલ્લામાં આજે વરસાદી આગાહી
ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે 13 એપ્રિલે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આજે શનિવારે આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે. 

14 એપ્રિલની આગાહી
રવિવારે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ

15 એપ્રિલની આગાહી
સોમવાર, 15 એપ્રિલે માવઠાની સંભાવના નહિવત છે. જોકે, જો આવે તો સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી છે. 

17 તારીખ બાદ ગરમી વધશે
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે. 

આગાહી અનુસાર, ગુજરાતમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી ત્રણ દિવસ વરસાદ રહેશે. હાલ હિટવેવની શક્યતા નથી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે 
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news