દુઃખની વાત: 25 ફ્રન્ટલાઇન વોરિયર્સમાંથી માત્ર 4 ને મળી સહાય, કોરોનાનાકાળમાં રાત દિવસ કરતા હતા કામ
દુઃખની વાત એ છે કે આઠ મહિના વીતી ગયા છતાં સરકાર (Goverment) ના વાયદા મુજબ તેમાંથી માત્ર 4 કર્મચારીઓના પરિવારને જ સહાય મળી છે. બાકીના પરિવારજનો સહાયની રાહ જોઈ રહ્યા છે અને સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
ચેતન પટેલ, સુરત : કોરોનાકાળ (Coronavirus) માં અનેક સરકારી કર્મચારીઓએ દિવસ-રાત પોતાની ફરજ બજાવી છે. ત્યારે કોરોના ફેઝ 1માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના 25 જેટલા કર્મચારીઓએ કોરોનાનને કારણે જીવ ગુમાવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આઠ મહિના વીતી ગયા છતાં સરકાર (Goverment) ના વાયદા મુજબ તેમાંથી માત્ર 4 કર્મચારીઓના પરિવારને જ સહાય મળી છે. બાકીના પરિવારજનો સહાયની રાહ જોઈ રહ્યા છે અને સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર (State Government) અને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ (Frontline Warriors) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ કરુણા ને કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારજનોને આર્થિક સહાય કરવાના અલગ અલગ વાયદા કર્યા હતા. જોકે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજી પણ વંચિત છે.
અમદાવાદીઓને મળી ૫૮૫ કરોડની ભેટ: સૌથી લાંબો ૩૫ KM નો ભવ્ય રિવરફ્રન્ટ અમદાવાદની શાન- શહેરની શોભા બનશે
સુરત મહાનગરપાલિકા (SMC) માં આશરે 22 હજાર જેટલા કર્મચારીઓ અને કામદાર ભાઈબહેનોએ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવી છે. જેમાંથી ફેઝ 1માં 25 અને ફેઝ બે માં 19 જેટલા કર્મીઓના મૃત્યુ થયા છે. ફેઝ 1ના જેમાંથી હજી મોટેભાગના કર્મચારીઓના પરિવારજનો સહાયથી વંચિત હોવાનો પરિવરજનો આક્ષેપ કરી રહ્યા છે.
24 કલાક કામ કરતા હતા
અમિત સંજય સોનવણેએ જણાવ્યું હતું કે, મારા પિતા 29 વર્ષથી ફાયર ઓફિસર હતા. કોરોના દર્દીઓના વિસ્તારમાં ઓફીસ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્સ સેનેટાઈઝ કરવા જતાં હતાં. 8 દિવસ સિવિલમાં સારવાર મેળવ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. મારા પિતા ઘરે આવ્યા વગર ત્યાં જે મળતું તે જમીને 24 કલાક કામ કરતા હતા.
મહોમદ રફી તુ બહોત યાદ આયા... કોરોના બાદ રફીના ગીતો સાંભળી પાછી આવી યાદશક્તિ
ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ (Frontline Warriors) ને કોરોનાના કારણે મૃત્યુ બાદ સહાય કરવાના વાયદા કરવામાં આવ્યા હતા. અમને આઠ મહિનાથી કોઈ સહાય મળી નથી. અનેકવાર ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘરના વડીલ તરીકે કોઈ રહ્યું નથી ઓછા પગારે ઘર ચલાવવું અઘરું છે. અમારી સરકારને અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમને સહાય મળે.
કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી
સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, 22 હજાર કર્મચારીઓ માંથી 15 મહિનાના આ સમયગાળામાં 2500 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે. કહેતા દુઃખ થાય છે કે આમાંથી 44 સાથી કર્મચારીઓના મૃત્યુ થયા છે. સરકારે 50 લાખની વીમા સહાયની રકમ આપવાની વાત કરી હતી અને રાજ્ય સરકારે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારને 25 લાખની સહાય કરવામાં આવશે.
વર્ષ 2020 દરમ્યાન 25 કર્મચારીઓનું અવસાન થયું છે જેમાંથી માત્ર 4 લોકોને સહાય આપવામાં આવી છે. જ્યારે બાકીના 21 કર્મચારીઓને સહાય બાકી છે. આ વાતને 8 મહિના વીતી ગયા છે. અમે પણ આ સહાય ક્યારે મળશે તે પ્રશ્ન કરી રહ્યા છે. વારંવાર અમે મનપામાં રજુઆત કરીએ છીએ. બીજી તરફ ૫મી તારીખે અમે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ આવેદન આપ્યું છે પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અમે ઈચ્છીએ છે કે જલ્દી થી જલ્દી કર્મચારીઓના પરિવારજનો ને રાહત આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube