મહોમદ રફી તુ બહોત યાદ આયા... કોરોના બાદ રફીના ગીતો સાંભળી પાછી આવી યાદશક્તિ
હાલ રાજકોટ રહેતા તુલસીદાસ (Tulasidas) ને તા. ૧૫ એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસા ૫૦ ટકા ડેમેજ થઈ ગયા હતા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓ જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં.
Trending Photos
રાજકોટ: વાત છે અજમેર (Ajmer) ના મહોમદ રફી (Mohmad Raffi) તરીકે જાણીતા તુલસીદાસ સોની (Tulasidas Soni) ની... ૮૦ વર્ષના તુલસીદાસ ૬૦ વર્ષ સુધી અજમેર (Ajmer) સહીત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા.
હાલ રાજકોટ રહેતા તુલસીદાસ (Tulasidas) ને તા. ૧૫ એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસા ૫૦ ટકા ડેમેજ થઈ ગયા હતા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓ જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં.
આ સંજોગોમાં તેમની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો. તેઓને યુ-ટ્યુબમાંથી રફી (Mohmad Raffi) નું ગીત સંભળાવી પૂછતાં કે આ ગીત યાદ છે, અને તેઓ એ ગીત ઓળખી બતાવે, માત્ર એટલુંજ નહીં ગીત ગાઈ પણ સંભળાવે. બસ પછી તો તેમના પરિવારજનોને સમજાઈ ગયું કે તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે.
મ્યુઝિક થેરપી (Music Therapy) ના ચમત્કાર આપણે જોયા સાંભળ્યા છે, તો આ થેરાપી પપ્પાને પણ કારગત નીવડશે તે અભિગમ સાથે તેમાં પુત્રી ભાવનાબેને રોજ રફીના ગીત સંભળાવે અને ગીત તેમની પાસે ગવડાવે. ધીરે ધીરે તેમના પપ્પા તુલસીદાસ પરિવારજનોને ઓળખતા થયા. હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગયાનું ભાવનાબેન જણાવે છે.
તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિક (Music) ના કારણે પાછી આવી તેવું તેમના પરિવારજનો માને છે. જેનું એક અન્ય ઉદાહરણ આપતા ભાવનાબેન કહે છે કે, મારો પુત્ર ધ્રુવ જયારે ત્રણ વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જવાના કારણે તેમના પુત્રની બોલવાનીશક્તિ જતી રહેલી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરાપી (Music Therapy) આપી હતી.
ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા અને ગાતા શીખી ગયેલો તેમ ભાવનાબેન જણાવે છે. પરિવારના મોટાભાગના સભ્યો મ્યુઝિક સાથેનો નાતો ધરાવે છે.ભાવનાબેન સૂફી સંગીત પર પી.એચ.ડી. કરી રહ્યા છે. તેમના મોટા બહેન ક્રિષ્ના રાણીંગા પોરબંદર ખાતે શુરભી કલાવૃંદ સંગીતની સંસ્થા ચલાવે છે.
રાજકોટ (Rajkot) ના સમરસ કોવીડ કેર (Covid Care) ખાતે પણ મ્યુઝિક થેરાપી (Music Therapy) દર્દીઓને આપવામાં આવે છે. દર્દીઓને પસંદગીનાં ગીત-સંગીત થકી તેમની સારવારમાં ઝડપી સુધારો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે