સુરતમાં ન્યૂ યર પહેલા જ મહિલાઓએ માણી દારૂની મહેફીલ, પોલીસે કરી 21ની અટકાયત
એક હોટલમાં મહેફિલ માણતી 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ હોટલમાં દરૂની મહેફિલ માણી રહી હતી તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા.
સુરત: શહેરના પોષ વિસ્તાર તરીકે ગણાતા પીપલોદની એક હોટલમાં દારૂની મહેફીલ માણતી મહિલાઓની અટકાયત કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. જાણવા મળી રહ્યું છે કે આ હોટલમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફીલ જામી હતી. જેની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે 21 મહિલાઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પોષ વિસ્તાર તરીકે ગણાતા પીપલોદની ઓઇસ્ટર હોટલમાં એક મહિલાની બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બર્થ-ડે પાર્ટીની આડમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 40 જટેલી મહિલાઓ દારૂની મહેફીલ માણી રહી હતી. જેની અજાણ્યા શખ્સ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની જાણ કરવામાં આવી હતી.
[[{"fid":"195930","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
પોલીસને મળતી જાણકારી અનુસાર ઉમરા પોલીસ દ્વારા ઓઇસ્ટર હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતો. પોલીસે દરોડા પડતા જાણવા મળ્યું કે 40થી વધુ મહિલાઓ બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફીલ માણી રહી હતી. જેને લઇ પોલીસે 21 જેટલી મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભશ્રીમંત પરિવારની છે.
[[{"fid":"195931","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
મહિલાઓને શરાબની વ્યવસ્થા હોટલ તરફથી કરાઈ હતી કે પછી કોઈ અન્યએ કરી હતી તેની તપાસ પોલીસે શરૂ કરી છે. સાથે જ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે. પોલીસે જ્યારે હોટલમાં દરોડો પાડ્યો, ત્યારે ઘણી મહિલાઓ તો શરાબના નશામાં એટલી ધૂત હતી કે પોતાના પગ પર ચાલી પણ શકતી ન હતી. મહિલા પોલીસકર્મીઓ આ શરાબી અને ધનકુબેર મહિલાઓના હાથ પોતાના ખભા પર મુકી તેમને પોલીસવાન સુધી લઈ ગયા હતા. ત્યાંથી તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લઇ જવામાં આવી છે. આ તમામ પકડાયેલી મહિલાઓનું સિવિલ હોસ્પિટલમાં બલ્ડ ટેસ્ટ કરવમાં આવશે.