જન્મજાત મનો દિવ્યાંગ એવા ૨૧ વર્ષના પાર્થ આણંદપરા તથા તેના પિતાએ કોરોનાને હરાવ્યો
અમોલ આનંદપરા (Anandpara) એ જણાવ્યું હતું કે,‘સમરસમાં ઓકિસજન (Oxygen) અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ.
ગૌરવ દવે/રાજકોટ : ‘૨૧ વર્ષનો પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ હતો. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત પાર્થનો સિટિ સ્કેન પણ કરાવવામાં આવ્યો.
ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ. ઓકિસજન લેવલ 75 થી 73 સુધીનું થઇ ગયુ. એટલે રાતો રાત મે સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો. પાર્થ મનો દિવ્યાંગ હોઇ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. એટલે પાર્થ સાથે અમે બંને પિતા પુત્રએ સાત દિવસ સુધી સમરસમાં સારવાર લઇ. કોરોનામુકત બન્યા છીએ.’ આ વાત કરે છે ૪૯ વર્ષના અમોલ આણંદપરા.
શરમમાં મુકાઇ ખાખી: બાળક અને પત્ની સાથે દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો
અમોલ આનંદપરા (Anandpara) એ જણાવ્યું હતું કે,‘સમરસમાં ઓકિસજન (Oxygen) અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ. મનો દિવ્યાંગ પાર્થની સતત દેખરેખ કરતાં તેમના પિતા અમોલભાઇને પણ કોરોનાના લક્ષણો હતા.
જોકે તેઓએ ત્રણ વાર કોરોના ટેસ્ટ (Corona Test) કરાવેલા. પરંતુ રિપોર્ટ નેગેટિવ જ આવતા હતા. અંતે તેમણે ફેફસા (Lungs) નો સિટિ સ્કેન કરાવ્યો. જેમાં તેઓને પોતાને પણ સંક્રમણ આવ્યું હતું.
આ લોકોને કોરોનાનો જરાપણ ડર નથી, સામે આવ્યા ભીડના ડરામણા દ્વશ્યો
મનો દિવ્યાંગ બાળકોને પોતાના જ ઘરે રિહેબઇટેશન સેન્ટરમાં આપે છે તાલીમ
અમોલભાઇ (Amolbhai) અને તેમના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. આ દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનો દિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ આ દંપતિ તેમની સેવા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube