આ લોકોને કોરોનાનો જરાપણ ડર નથી, સામે આવ્યા ભીડના ડરામણા દ્વશ્યો

એક તરફ દેશમાં કોરોનાની મહામારી (Corona Pandemic) ને પગલે કોરોના (Coronavirus) નું સંક્રમણ એટલું ફેલાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ સાણંદ (Sanand) વિસ્તારમાં ભીડના એવા ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ અને ચાંગોદર (Changodar) વિસ્તારમાંથી બે વિડિઓ સામે આવ્યા છે જેમાં સંખ્યાબંધ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. 
આ લોકોને કોરોનાનો જરાપણ ડર નથી, સામે આવ્યા ભીડના ડરામણા દ્વશ્યો

મૌલિક ધામેચા, અમદાવાદ: એક તરફ દેશમાં કોરોનાની મહામારી (Corona Pandemic) ને પગલે કોરોના (Coronavirus) નું સંક્રમણ એટલું ફેલાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ સાણંદ (Sanand) વિસ્તારમાં ભીડના એવા ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ અને ચાંગોદર (Changodar) વિસ્તારમાંથી બે વિડિઓ સામે આવ્યા છે જેમાં સંખ્યાબંધ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. 

વીડિયો (Video) માં મહિલાઓ ડીજેના તાલ સાથે માથે કળશ મૂકી મંદિરમાં જળાભિષેક કરવા જઇ રહી છે. આ દ્રશ્યોમાં કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જો કોઇપણ વ્યક્તિ ને કોરોના હશે તો કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસનાં મતે આ વીડિયો 3 મેનો હોવાનું સામે આવ્યું છે. 

જોકે આ સિવાય ગંભીર બાબત એ સામે આવી છે કે નિધરાડ ગામના સરપંચના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ગામના ભુવાજીને બળિયા દેવ આવ્યા હતા અને તેમણે જણાવ્યુ કે તેમને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે તેમ છે. આ મામલે તેઓનું એવું પણ કહેવું છે કે છેલ્લા 15 દિવસમાં 30 લોકોના મોત થયા છે જેથી ભુવાજીની વાત માની અમે આ ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો. 

આ ઘટનામાં જોવા જઈએ તો શ્રદ્ધા એ એક જગ્યાએ છે પરંતુ કોરોનાની આ મહામારીમાં સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેવા સમયે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ કરવા એ કેટલું યોગ્ય ગણાશે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે બે અલગ અલગ ગુના નોંધી નવાપુરાના સરપંચ સહિત ચાંગોદરથી 18 અને સાણંદથી 12 લોકોની એમ કુલ 30 લોકોની ધરપકડ કરી છે. અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. 

જોકે આ મામલે વીડિયો (Video) સામે આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એસ. પી. વીરેન્દ્ર યાદવ દ્વારા ગામોમાં જઇ મીટીંગ કરવામાં આવી છે અને ફરીવાર આવું ન થાય તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news