સુરત :કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેપ વીથ મર્ડરના ગુનામાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પણ આરોપીને જોઈને ચોંકી ગઈ હતી. કારણ કે, 21 વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કૃત્ય આચરી 70 વર્ષીય વૃદ્ધ સાથે બળાત્કાર ગુજાર્યો હતો, એટલુ જ નહિ બાદમાં ઘાતકી રીતે તેની હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષીય ગુલામ દિવાન નામનો યુવક જુના કોસંબાની મુસ્લિમ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કીમ રેલવે સ્ટેશન પર જ 70 વર્ષીય વૃદ્ધા ત્યાં ભીખ માંગીને જીવન ગુજારતી હતી. તેના પતિ અને પુત્રનું મોત થઈ જતા એકલવાયું જીવન વિતાવતી હતી. છેલ્લા 4 દિવસથી કોસંબા રેલવે સ્ટેશન પર વૃદ્ધા ભીખ માંગતી હતી. આ દરમિયાન ગુલામની નજર આ એકલવાયી વૃદ્ધા પર બગડી હતી. 


આ પણ વાંચો : હવે ગરબા રમવુ મોંઘુ પડશે, સરકારે પાસ પર લગાવ્યો 18 ટકા GST


એક દિવસ ગુલામ રાત્રિના સમયે નશો કરીને આવયો હતો. ત્યારે વૃદ્ધા રેલવે સ્ટેશન પર સૂતી હતી. તેણે વૃદ્ધાને રેલવે સ્ટેશન પર નહિ સુવવાનું કહી તેને પ્લેટફોર્મથી 100 મીટર દૂર ખસવા કહ્યુ હતું. તેના બાદ તે વૃદ્ધાને કેબિનમાં લઈ ગયો હતો, અને ક્રૂરતા પૂર્વક આ વૃદ્ધા સાથે રેપ ગુજાર્યો હતો. તેના બાદમાં તેણે વૃદ્ધાને ઢોર માર મારી ઈજા પણ પહોંચાડી હતી. બાદમાં વૃદ્ધાને સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. 


આ પણ વાંચો : AAP ના મુરતિયા : 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?


બીજી તરફ વૃદ્ધા સાથે ખરાબ કૃત્ય થયાની જાણ થતા જ રેલવે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે રાત્રિ દરમિયાન સ્ટેશન પર આવતા તમામ લોકોના હલચલની માહિતી મેળવી હતી. જેમાં ગુલામની શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. સાથે જ તે છેલ્લે વૃદ્ધા સાથે જોવા મળ્યો હતો. માહિતી મળતા પોલીસે ગુલામની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તેણે ઘટનાના દિવસે બહેનને ત્યાં જમવા જતો હોવાનું રટણ પોલીસ સમક્ષ રજુ કર્યું હતું. જો કે પોલીસે તેની બેગમાં રહેલા કપડાની તપાસ કરતા એક શર્ટ પર લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેને આખરે વૃદ્ધા સાથે કઈ રીતે ક્રૂરતા આચરી હોવાની  પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. હાલ તો રેલવે પોલીસે ગુલામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેવુ રેલવે પોલીસના DYSP બીએમ. ચૌધરીએ જણાવ્યું.