AAP ના મુરતિયા : 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જે આ મુજબ છે. 

AAP ના મુરતિયા : 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

ગાંધીનગર :આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સાથે જ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે.

'આપ'ના 10 ચૂંટણી મૂરતિયા

  • ભેમાભાઈ ચૌધરી - દિયોદર બેઠક (ખેડૂત આગેવાન, ઉત્તર ગુજરાત)
  • જગમાલ વાળા - સોમનાથ બેઠક (સામાજિક કાર્યકર) 
  • અર્જુન રાઠવા- છોટાઉદેપુર (આદિવાસી સમાજના લીડર) 
  • સાગર રબારી - બેચરાજી બેઠક (ખેડૂત આગેવાન)  
  • વસરામ સાગઠીયા- રાજકોટ ગ્રામ્ય (દલિત સમાજના સામાજિક આગેવાન)
  • રામ ધડુક - કામરેજ બેઠક, સુરત (સામાજિક કાર્યકર) 
  • શિવલાલ બારસીયા - રાજકોટ દક્ષિણ બેઠક (વેપારી આગેવાન) 
  • સુધીર વાઘાણી - ગારિયાધાર બેઠક
  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી બેઠક
  • ઓમ પ્રકાશ તિવારી - નરોડા, અમદાવાદ

No description available.

વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે. 

આજે બંને પક્ષના નેતાઓના પાટિયા પડી ગયા હશે
તો ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તે તમામને શુભેચ્છા. અમે પત્તા ખોલ્યા નથી, આ નવી રાજનીતિ છે. અત્યાર સુધી ભાજપે જ્ઞાતિ, જાતિ અને ધર્મની રાજનીતિ કરી છે. આ કામની રાજનીતિ છે. આજે બંને પક્ષના નેતાઓના પાટિયા પડી ગયા હશે. અત્યારે ત્યાં મરશિયા ગવાતા હશે. ગુજરાતની જનતાને જીતાડવા અને કામની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. ભાજપ પણ એવુ કહેતુ હતુ કે, પ્રજાને 300 યુનિટ વીજળી ફ્રી નથી આપવા દેવી. પરંતુ હવે શરૂઆત થઈ ગઈ છે. એ લોકોની તાકાત હોય તો રોકી બતાવે. પ્રજા આજે મોંઘવારીમાં પીડાય છે, અને તમે 5000 યુનિટ ફ્રીમાં મેળવો છો. અમે સ્ટ્રેટેજીથી ચાલી રહ્યાં છે. અમારી ગણતરી હતી કે, અમે 10 ઓગસ્ટ સુધી બીજી યાદી જાહેર કરી દઈશું. અમે ચૂંટણીની સ્ટ્રેટેજી પ્રમાણે ચાલી રહ્યાં છે, ભાજપ કે કોંગ્રેસ શું કરે છે તેનાથી અમને કોઈ મતલબ નથી. જનતાને જીતાડવા અમે આવીએ છીએ. 

સેનાપતિના નામ પહેલા સેનાની જાહેરાત 
પહેલા હંમેશા ઉમેદવારોને જ જાહેર કરવાના. અમે ભાજપ કોંગ્રેસ જેવી રાજનીતિ નથી કરતા. અમે પહેલા અમારા બૂથ પર આમ આદમી પાર્ટીના વિચારધારાવાળા અને પ્રજાને સાચવનાર, ન્યાય અપાવી શકે તેવા ગોઠવી દીધા છે. હાલ ગ્રામ સમિતિ ચાલી રહી છે. તે મુજબ અમે સરવે કરાવ્યો, અને તે મુજબ ઉમેદવારોના નામ ફાઈનલ કર્યાં છે. કેજરીવાલ અને જનતા નક્કી કરશે કે અમારો મુખ્ય ચહેરો કોણ આવશે, અમે નીચેથી કામ કરતા ઉપર જઈશું. મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ તો અમારા માટે ગુજરાતની જનતા જ મુખ્યમંત્રી છે. વહીવટના ભાગરૂપે સારા ઈમાનદાર વ્યક્તિને મૂકવાનો હોય છે. સાડા છ કરોડની જનતાને અમે પાવર આપીશું કે, તેઓ અધિકારીને પોતાના સવાલો પૂછશે અને કામ કરાવશે. આપ પાર્ટીની વિચારધારા, લોકોની વિચારધારા સાથે જે લોકો જોડાયા છે તે અમારા છે. આપ પાર્ટી ઉભરતી પાર્ટી છે. તે ભાજપની જેમ સોદા કરતી પાર્ટી નથી કે, કરોડો રૂપિયા આપીને નેતાઓ ખરીદ્યા હોય. અમારે ત્યાં સંઘર્ષ છે. જેઓ પ્રજાના હિત માટે કામ કરવા માંગે છે, તે લોકોનું આ લિસ્ટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news