અમદાવાદ: ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાની આફત દૂર થતા લોકો હાશકારો અનુભવી રહ્યાં હશે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે તેની અસર જોવા મળી શકે છે. જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 21 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં વાયુ વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુકશાન કર્યું હતું. વાવાઝોડાની ઝપેટમાં પત્તાની જેમ ઉડીને દરિયામાં જીવતેજીવ સમાધી થઇ ગઇ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો આજદીન સુધી કોઇ હિસાબ મળ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ‘વાયુ’ની આફત: રાજ્યના અનેક ગામોમાં વિજળી ડુલ, દ્વારકાના ગોમતી ઘાટે યાત્રિકોને પ્રવેશબંધી


રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર


1998ના જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં કંડલા ઉપર ત્રાટકેલા આ પ્રચંડ વાવાઝોડાના પગલે માર્ગો તથા શેરીઓમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. ચારેબાજુએ મૃતદેહો રઝડતા જોવા મળ્યા હતા. જ્યારે વીજળીના થાંભલા ઉપર અબોલા જીવોની લાશો લટકતી હતી. કંડલા પોર્ટ પર ગોઠવેલી હજારો ટનની ક્રેનો ઝાડની ડાળીઓની જેમ વળી ગઇ હતી. જ્યારે જંગી જહાજો પણ તોફાની પવનોમાં ફંગોળાતા કિનારા સુધી ઢસડાયા હતા. તો બજી બાજુ વાવાઝોડાની અસર જામનગર સુધી પણ પહોંચી હતી. જામનગર શહેરમાં ભયાનક માનવસંહાર થયો હતો.


વાવાઝોડાની અસર વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનાથે ભક્તો, પ્રવેશ દ્વારના પતરાં ઉડ્યા


જામનગર શહેરના માર્ગો ગલીઓ, વગેરે જ્યાં જુઓ ત્યાં તબાહીના દૃશ્યો જોવા મળતાં હતાં. જેમાં 10 હજારથી વધુ ગરીબ શ્રમજીવીઓના મોત થયા હતા. જામનગરની સરકારી હોસ્પિટલમાં તે સમયે મૃતદેહના ઠગલાં ખડકાઇ ગયા હતા. ત્યારે કંડલાના વનાશકારી વાવાઝોડામાં તે સમયે માત્ર 1 હજાર લોકોના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જેના પગલે રાજકીય પક્ષોમાં ભારે વિવાદ ઊભો થયો હતો. સરકાર પોતાની જવબદારીથી છટકવા કંઇક છુપાવી રહ્યાં હોવાનો પણ વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.


વધુમાં વાંચો:- ‘વાયુ’ વધુ નજીક આવતા દરિયામાં કરંટ વધ્યો, કોડીનારમાં 5 મકાનો ધ્વસ્ત


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...