જુહાપુરા પોલીસ હુમલામાં 22 ની ધરપકડ, મુખ્ય આરોપી મહેબુબ ઉર્ફે ઠુંઠો પકડાયો
શુક્રવારે પોલીસ પર થયેલા હુમલામાં આરોપી મહેબુબ ઉર્ફે ઠુંઠોએ ટોળાને પોલીસ વિરુદ્ધ ઉશ્કેર્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. મહેબુબ ઉર્ફે ઠુંઠો આરોપી મુળ જુહાપુરાના ગુલાબનગરનો વતની છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: લોકડાઉનનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ ક્યારેક પોલીસ કડક હાથે કાર્યવાહી કરે છે. પરંતુ આ કાર્યવાહી પોલીસને પણ મુશ્કેલીમાં મુકી દે છે. તેવો જ એક બનાવ ગઈકાલે શહેરના જુહાપુરા વિસ્તારમાં બન્યો જેમા કાયદાનું પાલન કરાવતી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા બે પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે પોલીસે મુખ્ય આરોપી સહીત 22 આરોપીની ધરપકડ કરી છે.
શુક્રવારે પોલીસ પર થયેલા હુમલામાં આરોપી મહેબુબ ઉર્ફે ઠુંઠોએ ટોળાને પોલીસ વિરુદ્ધ ઉશ્કેર્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. મહેબુબ ઉર્ફે ઠુંઠો આરોપી મુળ જુહાપુરાના ગુલાબનગરનો વતની છે.
જોકે મહત્વની વાત એ છે કે જે પોલીસ લોકોના રક્ષણ માટે તેમને કાયદાનું પાલન કરાવે છે તે પોલીસકર્મી પણ હુમલો કરે છે. શુક્રવારે મોડી સાંજે બનેલા હુમલા બાદ શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક જ રાતમાં કોમ્બિંગ કરી 22 જેટલા આરોપીને ઝડપી લેવામા આવ્યા છે.
મહત્વની વાત એ છે કે પોલીસ પર થયેલા હુમલામાં પોલીસે 22 આરોપીને ઝડપીને પણ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખ્યુ અને જેમ જેમ આરોપી ઝડપાયા તેમ તેમ કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી કરી પોલીસ લોકઅપમાં વધુ આરોપી એકઠા ન થાય. જોકે મહત્વની વાત એ છે કે ઝડપાયેલા આરોપીમાંથી ઘણા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઉપરાંત રાજ્ય પોલીસ વડાએ પણ જાહેરાત કરી હતી કે, પોલીસ પર હુમલો કરનાર આરોપીને પાસા કરવામાં આવશે. જેથી હવે વેજલપુર પોલીસે આરોપીની પાસા ધરપકડ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.
જુહાપુરાના ગુલાબ નગરમાં થયેલા હુમલામાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ સંખ્યાબધ્ધ આરોપીની ધરપકડ કરી છે, અને તેનો સિલસિલો હજી પણ યથાવત છે. કારણ કે જેમ જેમ આરોપી ઝડપાય છે તેમ તેમ વધુ આરોપીના નામ સામે આવી રહ્યા છે. જેથી પોલીસ પણ માની રહી છે કે, હુમલામાં 50 કરતા વધુ આરોપીની ધરપકડ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર