બુરહાન પઠાણ, આણંદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી યુવાન લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક કોઈ કામ કરતા અચાનક હાર્ટ એટેક આવે છે અને યુવા લોકો પણ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા ચિંતાનો વિષય છે. રાજ્યમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જિલ્લામાં બની ઘટના
આણંદ જિલ્લાના ઓડ ગામ ગામે 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાથરૂમમાં સ્નાન કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાથરૂમમાં ઢળી પડ્યો હતો. પરિવારજનોએ યુવકને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું નામ જીલ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે. 


રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત
મંગળવારે રાજકોટમાં અભ્યાસ માટે રહેતા યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષના યુવાનનું એકાએક હૃદય બેસી ગયુ હતું. કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૂળ તાપી જિલ્લાનો યુવક રાજકોટ અભ્યાસ અર્થે રહેતો હતો. ત્યારે તેના અચાનક મોતથી કોલેજમાં ગમગીનીનો માહોલ છવાયો છે. 


આ પણ વાંચોઃ ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત, સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો


ક્યારે વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.


આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ


- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).


હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube