રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને હવામાન વિભાગે આપી ચેતવણી
Monsoon 2023: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત બાદ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ગરમીથી લોકોને રાહત મળી છે, તો બીજીતરફ ખેડૂતો પણ વરસાદના આગમનને લઈને ખુશ છે.
Trending Photos
સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામી ગયો છે. રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રવેશ બાદ અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ બન્યો રહેશે.
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રેહશે
રાજ્યના હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દિવ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને ચેતવણી
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લીધે દરિયામાં પાણીની સપાટી વધી શકે છે અને મોટા-મોટા મોજા ઉછળી શકે છે. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારી ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 28 જૂનથી 2 જુલાઈ સુધી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે આ દરમિયાન પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગે દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં રહેતા માછીમારોને વોર્નિંગ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન નર્મદા, રાજકોટ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, જૂનાગઢ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે