નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની આવક, ખેડૂતો માટે મેઇન કેનાલ પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો થયો છે.
જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણી આવક થઇ છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો થયો છે. જેને લઇ ગુજરાતના ખેડૂતો માટે મેઇન કેનાલમાંથી 6000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
વધુમાં વાંચો:- વલસાડમાં પાણી-પાણી: બે કાંઠે નદી વહેતા લોકો ફસાયા, ભારે વરસાદની આગાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપરવારસમાં વરસેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. રવિવારે 40341 ક્યૂસેક પાણી આવક થતા નર્મદા ડેમની જળ સપાટી 120.24 મીટરે પહોંચી ગઇ હતી. જ્યારે આજે ફરી ઉપરવાસમાંથી 22 હજાર ક્યૂસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી ગઇ છે.
વધુમાં વાંચો:- દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ
ઉપરવાસમાંથી પાણીની આવક થતા છેલ્લા 12 કલાકમાં જ સરદાર સરોવર ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો જોવા મળ્યો છે. ત્યારે હાલ નર્મદા ડેમમાં 1300 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ ગુજરાતના ખેડૂતો માટે મેઇન કેનાલમાંથી 6000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જુઓ Live TV:-