તંત્રએ કરી લાલ આંખ, અમદાવાદમાં ખાનગી ક્લિનિક- નર્સિંગ હોમ નહીં શરૂ કરનાર 228 તબીબોને નોટીસ
આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ - કોવિડ કેર સેન્ટર કે હોમ આઇસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે.
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે કહ્યું હતું કે આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલો, નર્સિગ હોમ અને ક્લિનિકને ચાલુ કરવા કરેલી તાકીદના સંદર્ભમાં આ હુકમનું ઉલ્લંધન કરનાર 228 ક્લિનિક હોસ્પિટલને આજે નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
આ નોટિસમાં દ્વરા કહેવામાં આવ્યું છે કે, તમે તમારા દવાખાના ચાલુ કરી દો નહીં તો તમારું લાયસન્સ મ્યુનિ. દ્વારા રદ કરવામાં આવશે. આદેશનો ભંગ કરનાર ખાનગી તબીબો હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ - કોવિડ કેર સેન્ટર કે હોમ આઇસોલેશન દર્દીઓની સેવામાં જોડી દેવામાં આવશે. આ અંગે આ આવા ડોક્ટરોએ કે હોસ્પીટલો એ સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ કરવાનો રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવા ડોક્ટરોને જે તે વિસ્તારમાં આ સેવામાં જોડવા સૂચના આપશે.
65 વર્ષથી વધુ વય ધરાવતા તબીબો અને તેમના ક્લિનિક ને ફરજિયાત શરૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આજે દિવસ દરમિયાન શહેરના સુપર સ્પ્રેડરોનું સ્ક્રિનિંગ કરાયું હતું અને દિવસ દરમિયાન આવા 1409 સુપર સ્પ્રેડરનું સ્ક્રીનીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
AMCની મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
વધુ 800 બેડ ની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી અપાઈ
ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં મંજૂરી અપાઈ
આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં
શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ
1409 સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ
સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતા પૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તાનો દાવો
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube