રવી અગ્રવાલ/વડોદરાઃ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા સારા વરસાદના કારણે પાણીની આવક ચાલુ છે. જેના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની સપાટી 131મી.ની રાખવાની મર્યાદા છે. હાલ બંધમાં પાણીની સપાટી 129.66મી. સુધી પહોંચી ગઈ છે અને હજુ 6 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેના કારણે રાત્રે 1 કલાકે સરદાર સરોવર બંધમાંથી પાણી છોડવામાં આવનારા છે. જેના પગલે ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાના હેઠવાસમાં આવતા 24 ગામને
એલર્ટ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું છે કે, "આજે મધ્ય રાત્રીના 1 વાગે સરદાર સરોવર બંધમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે. જેથી વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના હેઠવાસના કુલ 24 ગામોએ સાવધ રહેવું અને તકેદારી રાખવી."


રાજ્યમાં અત્યાર સુધી 63.38 ટકા વરસાદ પડ્યો, 36 જળાશયો 50 ટકા સુધી ભરાયા 


આ સાથે જ સંબંધિત ગામોના તલાટી-કમ-મંત્રીઓને પણ પોત-પોતાનાં ગ્રામજનોને સાવધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હેઠવાસના ગામોમાં રહેતા લોકોને નર્મદાન દીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા માટે અનુરોધ કરાયો છે. 


કયા-કયા ગામોને કરાયા એલર્ટ


  • ડભોઇ તાલુકાના 3 ગ્રામઃ ચાંદોદ, કરનાલી અને નંદેરીયા 

  • કરજણ તાલુકા 11 ગામઃ પુરા, આલમપુરા, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગડોલ, ઓઝ, સોમજ, દેલવાડા અને અર્જનપુરા 

  • શિનોર તાલુકાના 10 ગામઃ અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા અને સુરા શામળ


'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કર્યો પ્રજા સાથે સીધો સંવાદ 


તંત્રને પણ અલર્ટ રહેવા સુચના


  • સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવવાનું હોવાથી તંત્રને પણ એલર્ટ રહેવા સુચના અપાઈ છે. 

  • તંત્ર દ્વારા NDRFની ટીમો નર્મદા નદીના વિસ્તારમાં ડીપ્લોય કરવામાં આવી છે. 

  • નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને ભરુચમાં NDRFની ટીમો રવાના કરવામાં આવી.

  • જરુર પડે સ્થળાંતર કરવાની પણ તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી છે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....