તેજસ મોદી/ સુરત: ગુજરાતમાં માત્ર 7 દિવસમાં દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. પાંડેસરા પોલીસ અધિકારીઓની કામગીરી આખરે રંગ લાવી છે. ગત 4 નવેમ્બર દિવાળીની સાંજે સુરતના પાંડેસરામાં ઘર પાસેથી અપહરણ કરાયેલી અઢી વર્ષની બાળકીની લાશ ઘરથી 300 મીટરના અંતરે મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરાઈ હતી. પોલીસે આરોપીને 8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પાંડસેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે,બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ 7 જ  દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. 246 પાનાંની ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે એફ ડિવિઝનના એસીપી જે કે પંડ્યાના માર્ગ દર્શન હેઠળ કામગીરી થઈ અને સતત પોલીસ કોઈ પણ સમય બગડ્યા વગર કામ કરી કોર્ટમાં 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી જેથી આરોપીને જેમ બને તેમ જલ્દી સજા થાય. આરોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા સરકારી વકીલે કોર્ટમાં રજુ કર્યા છે. લીગલ વિભાગ દ્વારા આરોપી તરફે વકીલની ફાળવણી કરાઈ છે. હવે આવતી કાલથી પુરાવાઓ પર કોર્ટની કાર્યવાહી શરૂ થશે.


Ahmedabad માં હવે No Vaccine No Entry: આજથી આ તમામ જગ્યાએ પ્રવેશ પર પ્રતિબંધ, AMC એક્શનમાં...


વડોદ ગામ વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષની માસુમ બાળાનું પોતાના ઘરના આંગણામાંથી અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર નરપિશાચ પડોશી એવા બે સંતાનના પિતા ગુડ્ડુકુમાર મધેશ યાદવ હાલ રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમિયાન માસૂમનું અપહરણ કરી કયા રસ્તેથી પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલની પાછળ અવાવરૂ જગ્યા પર લઇ જઇ જધન્ય કૃત્ય આચાર્યુ અને ત્યારબાદ પાંડેસરા શાસ્ત્રી નગરમાં રહેતા મિત્રને ત્યાં કયા રસ્તેથી ગયો હતો તે તમામ બાબતનું રી-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. 


આ ઉપરાંત નરાધમ ગુડ્ડુના મોબાઇલમાંથી મળેલા 149 પોર્ન વિડીયો અંગેની તપાસ અંતર્ગત પોલીસે વડોદ ગામના આર્શીવાદ નગરમાં પ્લોટ નં. 122માં આવેલી જય અંબે નામની દુકાનમાં દરોડા પાડયા હતા. જયાંથી દુકાનદાર લક્કી ઉર્ફે સાગર વિજય શાહની આઇપીસી 292 હેઠળ ધરપકડ કરી પોર્ન વિડીયો વાળો મેમરી કાર્ડ, કોમ્પ્યુટર અને કાર્ડ રીડર કબ્જે લીધું હતું. 


ગુજરાતમાં ઈંડા-નોનવેજનો મુદ્દો જબરદસ્ત ગરમાયો, આ કોમેન્ટ્સ તમને વિચારવા કરી દેશે મજબૂર


ઉલ્લેખનીય છે કે લક્કી ઉર્ફે સાગર ગુગલ અને યુ-ટ્યુબ પરથી પોર્ન વિડીયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડમાં કોપી કરી તે કાર્ડ 300 રૂપિયામાં વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube