Ahmedabad માં હવે No Vaccine No Entry: આજથી આ તમામ જગ્યાએ પ્રવેશ પર પ્રતિબંધ, AMC એક્શનમાં...
કોરોનાના કેસ વધતા અટકાવવા માટે હાલ આપણી પાસે વેક્સિનેશન સિવાય કોઈ રસ્તો નથી. જેથી કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર સ્થળો, AMTS, BRTS બસ હોય કે ફરવાના સ્થળો ઉપર પ્રવેશ માટે વેકસીન જરૂરી કરી દીધી છે.
Trending Photos
આશ્કા જાની/ અમદાવાદ: શહેરીજનો માટે હાલ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. શહેરમાં કોરોનાના અલગ અલગ વેરિયન્ટ અને કેસમાં વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયા છે. કોરોનાના કેસ વધતા અટકાવવા માટે હાલ આપણી પાસે વેક્સિનેશન સિવાય કોઈ રસ્તો નથી. જેથી કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર સ્થળો, AMTS, BRTS બસ હોય કે ફરવાના સ્થળો ઉપર પ્રવેશ માટે વેકસીન જરૂરી કરી દીધી છે.
અમદાવાદના કાંકરિયામાં પણ પ્રવેશ માટે વેકસીનનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. આજથી ટિકિટબારી ઉપર સર્ટિફિકેટ ચેક કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ડોઝ લીધા બાદ સમયમર્યાદાની અંદર જ બીજો ડોઝ લીધો ન હોય તો પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું ટીકીટ બારી પર વેકસીન સર્ટિફિકેટ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. amc દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઇને હવે તમારે અમદાવાદમાં કોઈપણ જગ્યાએ જવું હશે તો વેકસીનના બે ડોઝ લીધેલા હોવા જરૂરી બની ગયા છે.
હવે તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે
18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.
આ તમામ સ્થળોએ વેક્સિનેટ લોકોને જ પ્રવેશ
AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.
અત્રે નોંધનીય છે કે, AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ ચૂકી છે છતાં હજી બીજો ડોઝ લીધો નથી. હવે કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે. તમને જણાવીએ કે અગાઉ AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવાયો હતો. હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરાયો છે ત્યારે કેટલા દિવસ ચેકિંગ થશે તેના પર સવાલ ઉભા થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે