પ્રેમલ ત્રિવેદી/પાટણ :ભાજપના પાટણ જિલ્લાની સંગઠન પર્વ 2019ની સંગઠન સંરચનાની કાર્યશાળાની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. કોંગ્રેસના યુવા મંત્રી સહિત 25 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ આ બેઠકમાં હાજરી આપીને ભાજપમાં જોડાયા હતા. તમામે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે ધારણ કેસરિયો ધારણ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : કમાટીબાગમાં કિસ કરતો વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું


પાટણમાં આજે યોજાયેલી ભાજપની સંગઠન બેઠકમાં જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનની સંરચના કાર્યશાળામાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે, જિલ્લા પંચાયતના ધીણોજ બેઠકના કોંગ્રેસના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન બાબુભાઇ ચૌધરીએ આજની ભાજપની બેઠકમાં હાજરી આપી હતી, તેમજ તે 25 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. આમ, આજની ભાજપની બેઠકે કોંગ્રેસ માટે મોટો અપસેટ સર્જ્યો હતો. ત્યારે આવનારી રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે અત્યારથી જ કપરા ચઢાણ જોવા મળી રહ્યાં છે.


બોલિવુડની પ્રતિષ્ઠિત પરિવારની વહુ ઐશ્વર્યા પર લાગ્યો ચોરી કરવાનો આરોપ


બેઠક બાદ જીતુ વાઘાણીએ રાધનપુરની બેઠકના ઉમેદવાર વિશે જણાવ્યું હતું કે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારની પસંદગી કરતા હોય છે. આમ, તેમણે ભાજપ કયા ઉમેદવારને ટિકીટ આપશે વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :