અમદાવાદમાં 25 ફુટનો પતંગ આકર્ષણનું કેન્દ્ર, જાણો આ વર્ષે કયા પતંગોની છે ભારે ડીમાન્ડ
ગુજરાતીઓ પોતાના પ્રિય તહેવારને ઉજવવા માટે થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા 25 ફુટનો એક વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે. તો સુરતના બજારમાં કેસરી રંગના મોદી, યોગી અને ભગવાન રામના પતંગ અનેરુ આકર્ષણ જમાવી રહ્યા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે જાતભાતના પતંગ અનેરુ આકર્ષણ જમાવી રહ્યા છે. સુરતમાં મોદી, યોગી અને ભગવાન રામના પતંગની ખરીદી માટે પડાપડી છે. તો અમદવાદમાં 25 ફુટનો વિશાળ પતંગ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો પતંગ રસિકોનો ઉત્સાહ સમાઈ રહ્યો નથી. ગુજરાતીઓ પોતાના પ્રિય તહેવારને ઉજવવા માટે થનગની રહ્યા છે. ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા 25 ફુટનો એક વિશાળ પતંગ બનાવવામાં આવ્યો છે. તો સુરતના બજારમાં કેસરી રંગના મોદી, યોગી અને ભગવાન રામના પતંગ અનેરુ આકર્ષણ જમાવી રહ્યા છે.
આ IAS ન હોત તો આજે રામ મંદિર બન્યું ના હોત! રાતોરાત બાબરી મસ્જિદમાં રખાઇ હતી મૂર્તિ
અમદાવાદના જમાલપુરના મુસ્લિમ યુવાનોએ તૈયાર કરેલો આ પતંગ ખુબ આકર્ષણ જમાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિની તસ્વીરવાળો આ પતંગ લોકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે. આ પતંગથી ભારત અને UAEની મિત્રતાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. UAEના પ્રેસિડેન્ટ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય મહેમાન બન્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ તેમને બ્રધર કહીને સંબોધ્યા હતા. ભારત અને UAE વચ્ચે હાલ ઘનિષ્ઠ મિત્રતા જોવા મળી રહી છે. તેને જ આગળ વધારવા માટે મુસ્લિમ યુવાનોએ આ ખાસ પતંગ તૈયાર કર્યો છે.
યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોક; 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનો કાતિલ દોરીએ જીવ લીધો
તો સુરતના પતંગ બજારમાં હાલ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં રંગબેરંગી પતંગો સાથે ભગવાન રામની ધજાઓ પણ આકર્ષણ જમાવી રહી છે. પતંગ દોરીના બજારમાં શ્રી રામના ધ્વજ લહેરાતા જોવા મળી રહ્યા છે. ખાસ કેસરી પતંગ, પ્રધાનમંત્રી મોદીના ફોટાવાળા પતંગ, યુપીના મુખ્યમંત્રી યોગીના ફોટા વાળા પતંગ અને ભગવાન રામના પતંગ લોકોને ખુબ જ પસંદ પડી રહ્યા છે.
શું તમે જાણો છો હસવાની જેમ રડવાના પણ છે અનેક ફાયદા? કેટલાં પ્રકારના હોય છે આંસુ?
આ વખતે પતંગની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે..ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા ભાવ હતા...જેમાં આ વર્ષે 40થી 50 રૂપિયાનો વધારો નોંધાયો છે....પતંગ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ થાય છે તેની કિંમતમાં વધારો થતાં આ વર્ષે પતંગના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો નોંધાયો છે.
ઓ બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, આ ઉપાયો કરજો..
પતંગના ભાવમાં વધારો
- આ વખતે પતંગની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો
- ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા ભાવ હતા
- આ વર્ષે 40થી 50 રૂપિયાનો વધારો નોંધાયો
- પતંગ બનાવવાના લાકડાના ભાવમાં થયો વધારો
- આ વર્ષે પતંગના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો
કારણ જાણીને આંખો ફાટી જશે! વિશ્વનો ગમે એવો ઝેરી સાપ ક્યારેય સર્ગભા મહિલાને કરડતો નથી
પતંગ રસિકો ઉત્તરાયણની રાહ જોઈને બેઠા છે. ઉત્તરાયણના દિવસે ધાબે ચડીને પતંગ ચગાવવાની મજા માણવા માટે પતંક રસિકો આતુર જોવા મળી રહ્યા છે. ભાવમાં થયેલો વધારો પતંગ રસિકોને ક્યાંય અસર કરતો હોય તેમ લાગતું નથી.