ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના બની તેને એક મહિનો થવા આવ્યો છે. 25 જૂને અગ્નિકાંડની પહેલી માસિક પૂણ્યતિથિ છે. ત્યારે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસે શું કર્યા પ્રયાસ?


  • 25 જૂને રાજકોટ અગ્નિકાંડની માસિક પૂણ્યતિથિ

  • તંત્રના પાપે મોતને ભેટનારને મળશે ન્યાય?

  • SITની તપાસ બાદ થશે કોઈ કાર્યવાહી?

  • કોંગ્રેસનું આક્રમક વલણ અપાવશે ન્યાય?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું..", અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર, કોને બચાવાયા!


રાજકોટ અગ્નિકાંડની ઘટના કોણ ભૂલી શકે?. રાજકોટમાં બનેલી આ ગોઝારી ઘટનાને 25 જૂને એક મહિનો પૂર્ણ થશે. આ સમગ્ર ઘટનામાં સરકારે SITની રચના કરી તપાસ શરૂ કરાવી છે. બીજી તરફ SITની તપાસ સામે કોંગ્રેસ સવાલો ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસે પીડિતોને ન્યાય મળે તે માટે ધરણાં પણ કર્યા હતા. અગ્નિકાંડની ઘટના બાદ આક્રમક વલણ દાખવી રહેલી કોંગ્રેસે હવે 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. બંધ સફળ બને તે માટે કોંગ્રેસના નેતાએ રાજકોટના બજારોમાં ફરતાં જોવા મળ્યા.


હવે ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે! ફટાફટ જાણો ક્યાં ક્યાં અપાયું છે ભારે અલર્ટ


25 જૂને અગ્નિકાંડની પહેલી માસિક પૂણ્યતિથિ છે, ત્યારે આ દિવસે રાજકોટના લોકો ખાસ કરીને વેપારીઓ બંધમાં સહયોગ આપે તે માટે કોંગ્રેસના નેતાઓ બજારમાં ફરી રહ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ શક્તિદળના નેતા લાલજી દેસાઈએ પત્રિકાઓ વેચી સહયોગ માગ્યો હતો. તો કોંગ્રેસે SITની તપાસ અને જે અધિકારી તપાસ કરી રહ્યા છે તેની સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું માનવું છે કે તપાસમાં માત્ર નાના અધિકારી મનસુખ સાગઠિયાનો ભોગ લેવાયો છે..પરંતુ અનેક મોટા મગરમચ્છોને બચાવવામાં આવી રહ્યા છે. ભાજપના એક પણ નેતાનું નામ નથી લેવામાં આવી રહ્યું પરંતુ સત્ય એ છે કે આમાં ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે. 


ગુજરાતના બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!


25 જૂને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ અને કાર્યકરો રાજકોટ પહોંચવાના છે. કોંગ્રેસે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. રાજકોટ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનામાં 27 લોકો જીવતા રાખ થઈ ગયા હતા. ભ્રષ્ટ તંત્રના પાપે ચાલતા આ TRP ગેમિંગ ઝોનમાં 25 મે 2024ના દિવસે એકાએક લાગેલી આગમાં મોજ-શોખ માટે આવેલા લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ સરકારે SITની રચના કરી તપાસ શરૂ કરાવી હતી પરંતુ તપાસ રિપોર્ટમાં શું છે?, તે હજુ સુધી સામે આવ્યું નથી આગળ શું થાય છે તે જોવાનું રહેશે.


શું સુરતમાં કંઈક મોટું થવાનું હતું? યુવકો બેગ મૂકીને ભાગ્યા, મળ્યું કંઈક એવું કે...