શું સુરતમાં કંઈક મોટું થવાનું હતું? પોલીસને જોઈને યુવકો બેગ મૂકીને ભાગ્યા, મળ્યું કંઈક એવું કે...
સુરતના રેલ્વે સ્ટેશન ખાતે રાત્રીના સમયે ૩ ઈસમો હથીયારની બેગ લઈને આવ્યા હતા જો કે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શંકા જતા તેઓ પોલીસને જોઈને બેગ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ ઈસમો પોલીસને જોઇને બેગ મુકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને કુખ્યાત આરોપી સહીત 3ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના રેલ્વે સ્ટેશન ખાતે રાત્રીના સમયે ૩ ઈસમો હથીયારની બેગ લઈને આવ્યા હતા જો કે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને શંકા જતા તેઓ પોલીસને જોઈને બેગ મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બેગમાં તપાસ કરતા બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સુરત રેલ્વે પોલીસ તથા એલસીબી સુરત પશ્ચિમ રેલ્વેની ટીમે અમરોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આરોપી અમર ઓમકાર સાળુંકે, શશીકાંત ઉર્ફે દીપક છોટેસિંગ કુશ્વાહ અને કાર્તિક ઉર્ફ પીન્ટુ ગૌતમભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા.
આ સમગ્ર બનાવમાં પોલીસ જણાવ્યું હતું કે ગત તારીખ 18-06-2024 ના રોજ સુરત રેલ્વે સ્ટેશન ખાતે આશરે રાતે ૩ વાગ્યાના સુમારે પૂરી-સુરત ટ્રેન આવી હતી જેમાં પ્લેટફોર્મ નબર ૧ પર આવવાના બ્રીજ ઉપર એક માણસ આવી બીજા બે માણસોને બેગ આપતા રાત્રી દરમ્યાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ જોતા ત્રણેય ઈસમો બેગ નાખીને ભાગી ગયા હતા અને એ બેગ પોલીસકર્મીઓએ ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ તેમજ 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી આ મામલે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ગુનામાં પૂરી-સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ હથીયાર લઈને આવ્યો હતો. તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને હથીયાર આપી રહ્યો હતો તે દીપક શશીકાંત કુશ્વાહ અને કાર્તિક રાઠોડ હતા. અમર સાળુંકે છે તે અગાઉ 28 જેટલા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને આરોપી દીપક તેણે ખૂન,ધાડ,રાયોટીંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે. જયારે આરોપી કાર્તિકે રાઠોડ તેણે એક ગુનો હમણાં 2024ના વર્ષમાં 323,325 મુજબનો કરેલો છે. આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે.
હાલ તો ભૂલી છે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રેલવે પોલીસ દ્વારા તમામની કડક પૂછપરછ હાથ ધરાઈ રહી છે. આરોપીઓ સુરતમાં આ હથિયારોનું શું કરવાના હતા અને કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે