મોરબી : જૂના ઘૂટું રોડ ઉપર આવેલ ભગવતી સેલ્સ એજન્સી નામનું દુકાનમાં દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોળ હોવાની બાતમી આધારે રેડ કરી હતી. જુદીજુદી ત્રણ દુકાનમાંથી એલસીબીની ટીમે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અખાધ્ય ગોળ ભરેલા ૧૨૭૦ ડબ્બા કબજે કર્યા હતા. આ ઉપરાંત ૩,૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મમાં એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો


મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ ત્રાજપર ખારી ખાતે આવેલ ભગવતી સેલ્સ એજન્સી વાળા ગોવિંદભાઇ વિરામભાઇ ગઢવી (રહે.પાવન પાર્ક સોસાયટી, વોરાબાગ પાછળ મોરબી-૨) પોતાની દુકાનમાં દેશીદારૂ બનાવવા માટે વપરાતો અખાધ્ય ગોળ હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી. જેના આધારે રેડ કરી હતી ત્યારે ભગીરથસિંહ સાહેબસિંહ જાડેજા નામનો વ્યક્તિ દુકાનમાં હાજર હતો. તેની દુકાનમાંથી 150 અખાદ્ય ગોળ પણ મળી આવ્યો હતો. આટલો મોટો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ઉટી હતી. 


મધ્યમવર્ગને બહાર ઉનાળાની ગરમી તો અંદર ખાને મોંઘવારીની ગરમી દઝાડી રહી છે


આ ઉપરાંત બાજુમાં આવેલ સ્વાગત ચેમ્બરના ગોડાઉનમાંથી અખાધ્ય ગોળના ૬૭૦ ડબ્બા અને  શિવશકિત ચેમ્બરના ગોડાઉનમાંથી અખાધ્ય ગોળના ૪૫૦ ડબ્બા આમ કુલ મળીને ૧૨૭૦ ડબ્બા અખાધ ગોળ મળી આવતા પોલીસે ચોંકી ઉઠી હતી. જો કે આ જથ્થો જેનો છે તે ગોવિંદભાઇ વિશ્વરામભાઇ ગઢવીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. અખાધ્ય ગોળ કબ્જે કરીને ફૂડ વિભાગને સેમ્પલ પણ મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.