મધ્યમવર્ગને બહાર ઉનાળાની ગરમી તો અંદર ખાને મોંઘવારીની ગરમી દઝાડી રહી છે

ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડવા લાગી છે ત્યારે ગરમીમાં રાહત આપનારા લીંબુ શરબત માટે વપરાતા લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે લીંબુ શરબત પીવો સપનું બન્યો છે. ઉનાળાની શરૂઆત થતા અંગ દજાડતી ગરમી પડવા લાગી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હિટવેવની આગાહી પણ આપવામા આવી છે તેવામાં અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીમાં રાહત આપતા એવા લિબુનો ભાવ આસમાને પહોચ્યો છે.

મધ્યમવર્ગને બહાર ઉનાળાની ગરમી તો અંદર ખાને મોંઘવારીની ગરમી દઝાડી રહી છે

અરવલ્લી : ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડવા લાગી છે ત્યારે ગરમીમાં રાહત આપનારા લીંબુ શરબત માટે વપરાતા લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે લીંબુ શરબત પીવો સપનું બન્યો છે. ઉનાળાની શરૂઆત થતા અંગ દજાડતી ગરમી પડવા લાગી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હિટવેવની આગાહી પણ આપવામા આવી છે તેવામાં અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીમાં રાહત આપતા એવા લિબુનો ભાવ આસમાને પહોચ્યો છે.

જિલ્લામાં લીંબુનો ભાવ એક કિલોના 200 રૂપિયા થઈ જતા સામાન્ય માણસ માટે લીંબુ પાણી પીવું મુશ્કેલ બન્યું છે. લીંબુના ભાવ વધતા ગ્રહિણીઓ પણ પરેશાન છે. ઉનાળાના પ્રારંભે બજારમાં લીંબુની આવક ઓછી તેમજ પેટ્રોલ ડીઝલ મોંઘુ બનતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બન્યું છે. જેથી બહારથી આવતા લીંબુ ખુબજ મોંઘા ભાવે મળી રહયા છે. જેના કારણે બજારમાં લીંબુના ભાવ 200 રૂપિયા પહોંચી ગયા છે સતત વધતા ભાવના કારણે વેપારીઓ પણ પરેશાન છે. 

ઉનાળાના પ્રારંભે જિલ્લામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ઉનાળામાં અમૃત સમાન ગણાતું લીંબુ શરબત પણ સામાન્ય નાગરિકો માટે કડવું બન્યું છે. 200 રૂપિયે એક કિલોના ભાવે લીંબુ મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓ પરેશાન થઇ ચુકી છે. તેમનું તમામ પ્રકારનું બજેટ ખોરવાઇ ગયું છે. ગરમીમાં રાહત આપતું લિંબુ પાણી હવે મધ્યમવર્ગ માટે સપનું બનશે. એક તરફ ગરમીનો ભડકો તો બીજી તરફ ભાવનો ભડકો સામાન્ય વર્ગને દઝાડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news