સુરત: હાલ માત્ર શહેરમાં જ નહી, પરંતુ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર પ્રવર્તી છે. ત્યારે કોરોનાનાં પ્રથમ અને બીજા ફેઝમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કોરોનાનો ભોગ બન્યા અને 14 દિવસ કરતા પણ ઓછા સમયગાળામાં સ્વસ્થ થઈને ફરજ પર હાજર થયા છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના ૨૬ વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો.સૌમ્યા ઝવેરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ડો. સૌમ્યા હાલમાં સિવિલ હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં પીડિયાટ્રીશ્યન તરીકે ફરજ બજાવે છે. ડો.સૌમ્યા 10 દિવસની ટૂંકી સારવાર બાદ કોરોનાને હરાવી ફરી કોરોનાગ્રસ્તોની સારવારમાં જોડાયા છે. વેક્સીનનાં બંને ડોઝ લીધા હોવાથી તેઓને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી તેઓ ઘરે જ આઇસોલેશનમાં રહી સારવાર મેળવી સ્વસ્થ થયા.


આ પણ વાંચો:- કેન્સર મ્હાત આપનાર સુરતના રિટાયર્ડ મેટ્રન નર્સે કોરોનાને કર્યો આઉટ


ડો.સૌમ્યાએ જણાવ્યું કે, તા. 17 એપ્રિલના રોજ સામાન્ય ગળામાં દુખાવો અને તાવ જેવા સામાન્ય લક્ષણો જણાતા રેપીડ અને આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો. બંને રિપોર્ટ પોઝિટીવ આવતા હું આઈસોલેશનમાં રહી એલોપેથીક દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીઓ ઉકાળા, સ્ટીમ્યુલેશન, ગરમ પાણીનું સેવન કર્યું. જેથી કોરોના સામેની આ જંગ વહેલી તકે જીતી શકાય. 10 દિવસના હોમ કવોરન્ટાઇન બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ તા. 27 એપ્રિલથી ફરીવાર ફરજ પર જોડાઈ છું.


આ પણ વાંચો:- ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ


ડો.સૌમ્યાએ લોકોને કોવિડ-19 અંગેની જાગૃતિસંદેશ આપતા જણાવ્યું કે, આપણે સરકાર કોરોના અંગેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ. હાલની પરિસ્થિતિને જોતા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો અગત્યનું કાર્ય હોય તો માસ્ક વિના બહાર ન નીકળો. વારંવાર હાથને ધોવા અથવા સેનેટાઈઝ કરવા સાથે જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે.


આ પણ વાંચો:- Positive news: 8 વર્ષથી BP ની બીમારી, સોનગઢના સુનિલભાઈએ 14 દિવસમાં કોરોનાને હરાવ્યો


તેમણે વધુમાં કહ્યું કે, આજના યુગા વર્ગને ઘરમાં રહેવાની ટેવ ઓછી હોય છે. તમામ નાગરિકોએ સતત મોટીવેટેડ રહેવું અને આવા સમયે ઘરે રહીને ઈન્ડોર પ્રવૃત્તિઓ કરવી જોઈએ, પરિવાર સાથે વધુ ને વધુ સમય પસાર કરવો. જેથી એક અલગ જ સર્વ સમસ્યાઓનો સામનો  કરવાની શક્તિ તમને મળતી રહેશે. કોરોના કે કોવિડ-19 થી આપણને ડરવાની જરૂરત નથી આપણે માત્ર યોગ્ય સંભાળ લેવાની સાથે માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube