અમદાવાદ :હોળાષ્ટક અને મિનારકનું ગ્રહણ દૂર થયા હવે ગુજરાતમાં ફરીથી લગ્નની સીઝન આવી ગઈ છે. આ સીઝન માત્ર બે મહિના સુધી જ રહેશે. તેથી આ મહિનામાં પરણનારાઓની લાઈન લાગશે. તે પહેલા જાણી લો કે, કેટલા મુહૂર્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારથી શરૂ થાય છે લગ્ન સીઝન
આ વર્ષે લગ્નના મુહૂર્ત બહુ જ ઓછા છે. તેમાં પણ ધનારક, હોળાષ્ક અને મિનારકને પગલે લગ્નસરાની 8 મહિનાની સીઝનમાં માત્ર 61 દિવસ જ મુહૂર્ત છે. જેથી પરણનારાઓના માથે મોટું સંકટ આવીને ઉભુ થયું હતું. તો બીજી તરફ, લગ્નસરાની સીઝન પણ પૂરી થવાના આરે છે. હોળાષ્ક અને મિનારકનું ગ્રહણ દૂર થયા બાદ હજી બે મહિના સુધી લગ્નના મુહૂર્ત છે. 12 જુલાઈ સુધી ઘરે માંડવો-તોરણ બાંધી શકાશે અને લગ્નની શરણાઈઓ ગુંજી શકાશે. ત્યાર બાજ ચાર મહિના સુધી લગ્નગાળ પર બ્રેક લાગી જશે. દિવાળી બાદ નવેમ્બર મહિનાથી જ લગ્નની સીઝન શરૂ થશે.


કોણ જીતશે ગઢડા સ્વામીનારાયણ મંદિરનો જંગ? આજે પરિણામ સૌની નજર


મે કરતા જુનમાં વધુ મુહૂર્ત
આ એક મહિનાના ગાળામાં 28 મુહૂર્ત હોવાથી લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. ઓછા મુહૂર્ત હોવાથી લોકોની નજર એ 28 તારીખો પર છે, જેમાં લગ્ન કરી શકાય છે. જુન મહિનામાં સૌથી વધુ મુહૂર્ત છે. જુન મહિનામાં કુલ 13 મુહૂર્ત છે. આ ઉપરાંત મે મહિનામાં 7 થી 31 તારીખ વચ્ચે 11 જેટલા મુહૂર્ત છે. 


સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો  


કઈ કઈ તારીખે પરણી શકશો


  • મે મહિનામાં 7, 12, 14, 15, 17, 19, 21, 26, 29, 30, 31

  • જુન મહિનામાં 6, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 25, 26

  • જુલાઈ મહિનામાં 6, 9, 10, 11