ઝી બ્યુરો/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 289 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે 217 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્રણ દર્દીના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 2305 દર્દીની તબિયત સ્થિર છે. 03 વેન્ટીલેટર પર છે અને 2309 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનામાંથી અત્યાર સુધીમાં કુલ 11072 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બહાર નીકળવું પણ દુષ્વાર બનશે! આ તારીખોમાં સાવધાન રહેજો, જાણો શું છે આગાહી


આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 231 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 349 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2309 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 04 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.


અતીક-અશરફનું પોસ્ટમોર્ટમ પૂર્ણ, મૃતદેહ સ્વજનોને સોંપાયો; ત્રણેય શૂટરો જેલ હવાલે


રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ - 127, વડોદરા કોર્પોરેશન - 29, સુરત કોર્પોરેશન - 25, વડોદરા - 14, મહેસાણા - 13, વલસાડ - 11, ગાંધીનગર કોર્પોરેશન - 10, સુરત - 9, ગાંધીનગર - 5, પાટણ - 4, રાજકોટ - 4, સુરેન્દ્રનગર - 4, અમદાવાદ - 3, આણંદ - 3, ભરૂચ - 3, જામનગર કોર્પોરેશન - 3, નવસારી - 3, ખેડા - 2, કચ્છ - 2, મોરબી - 2, સાબરકાંઠા - 2, અરવલ્લી - 1, બનાસકાંઠા - 1, ભાવનગર - 1, ગીર-સોમનાથ - 1, રાજકોટ કોર્પોરેશન - 1 એમ 283 કેસ નોંધાયા છે.


રાજકોટમાં તાંત્રિક વિધિનો ખતરનાક ખેલ; પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું