અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના આટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર, 30 દર્દીઓના થઇ ચૂક્યા છે મોત
મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં 30 જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે.
અતુલ તિવારી, અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ (Coronavirus) સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19 (Covid 19) ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત (Gujarat) માં રાજકોટ (Rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના કેસ નોંધાયા છે.
અમદાવાદ સિવિલ (Ahmedabad Civil) કેમ્પસમાં હાલ 296 જેટલા મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓ સારવાર હેઠળ છે. દરરોજ 50 જેટલા નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં 30 જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે.
Sputnic V ના એક ડોઝની કિંમત હશે આટલી, Dr Reddy એ ભારતમાં શરૂ કર્યો ઉપયોગ
સિવિલ કેમ્પસના જુદા જુદા વિભાગમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ENT, ડેન્ટલ, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરો સર્જરી તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરોની ટીમ મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દાખલ 296 માંથી લગભગ 70 જેટલા દર્દીઓ ડેન્ટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 212 કેસ દાખલ અને દરરોજ નવા 50 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.
આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) નો કહેર જોવા મળ્યો છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના 9 દર્દીના આ બીમારીથી મોત થયા છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસથી જામનગરમાં 5 મોત થયા છે. જેમાં રાજકોટમાં 3 મોત, સુરેન્દ્રનગરના 1 દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.
એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયાએ સૌથી વધુ મ્યુકર વોર્ડ શરૂ કરવા, સર્જરી શરૂ કરવા અને ઇન્જેક્શન જથ્થો મેળવવા માટે તંત્રને આદેશ કર્યા છે. તેમણે રાજકોટને મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) ની સારવારનું રોલ મોડેલ બનાવવુ જોઈએ અને જે મદદ જોઈએ તે મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube