આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ- ગુજરાતમાં 'કાકા'ના હુલામણા નામથી ઓળખાતા કાંતિસેન શ્રોફના 98 વર્ષની વયે નિધન બદલ દુઃખ વ્યક્ત કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન

કચ્છ: કચ્છ- ગુજરાતમાં 'કાકા'ના હુલામણા નામથી ઓળખાતા કાંતિસેન શ્રોફના 98 વર્ષની વયે નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કચ્છની કાયાપલટ કરવામાં તેમની સંસ્થાનુ પણ યોગદાન રહ્યુ છે. દાનવીર સાથે કર્મશીલ શ્રેષ્ઠી મુરબ્બી કાંતિસેન શ્રોફના નિધનથી કચ્છમાં શોક ફેલાયો છે. કાકા કાંતિસેન શ્રોફના અવસાનના પગલે કચ્છના કૃષિ ક્ષેત્ર, ઉધોગ જગત અને સેવાકીય સંસ્થા સહિતના લોકોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. માજી ધારાસભ્ય તારાચંદ છેડા દ્વારા તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ- ગુજરાતમાં 'કાકા'ના હુલામણા નામથી ઓળખાતા કાંતિસેન શ્રોફના 98 વર્ષની વયે નિધન બદલ દુઃખ વ્યક્ત કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભગવાન સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીને મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘડીમાં કાકાના પરિવારજનોને સાંત્વના આપી હતી.

મુખ્યમંત્રીએ તેમના સેવાકાર્યો યાદ કરતા કહ્યું હતું કે, મૂળ કચ્છી ભાટીયા પરિવારના વડીલ કાંતિસેન-કાકાએ  વિવિધ સેવાભાવી સંસ્થાઓ સ્થાપીને કચ્છના દાતાઓના સહયોગ અને જનભાગીદારીથી કચ્છના સર્વાંગીણ ગ્રામીણ વિકાસના ઉત્થાનમાં, કચ્છની હસ્તકળાનાને જીવંત રાખવા અને કચ્છના  ગ્રામીણ લોકોને આત્મનિર્ભર બનાવવાના તેમના સમગ્ર જીવનભરના ભગીરથ પ્રયાસો કચ્છ -ગુજરાત હંમેશા યાદ રાખશે.

કાંતિસેન શ્રોફની મોટી ઉંમર હોવા છતાં તેઓ સામાજિક સેવામાં પ્રવૃત્ત હતા. મૂળ કચ્છી ભાટીયા પરિવારના કાંતિસેન શ્રોફ ભાવનગર રહ્યા બાદ કચ્છને પોતાની સેવાભૂમિ બનાવી હતી.કાંતિસેન ‘કાકા’ એ પોતાના દિવંગત ધર્મપત્ની ચંદાબેન શ્રોફ સાથે મળીને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન, એલએલડીસી જેવી સંસ્થાઓ સ્થાપી હતી. જેના માધ્યમથી કચ્છના અન્ય દાતાઓ અને ગ્રામજનોને જોડી લોકભાગીદારી સાથે કચ્છના ગ્રામવિકાસના ઉત્થાનના સંકલ્પથી જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news