મૌલિક ધામેચા/અમદાવાદ: ગ્રામ્ય LCB ટીમે ત્રણ આરોપીઓની સનાથલ સર્કલ પાસેથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ GEBની ઇલેક્ટ્રિકની ચાલુ લાઈનમાં વાયર કાપીને વેચી નાંખતા હતા. LCB એ કુમાવત ગેંગના ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને 29 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, ત્યારે શોધી 10 ગુનામાં વોન્ટેડ આરોપી પપ્પુ ખરાડી જે મૂળ રાજસ્થાન ડુંગરપુરનો રહેવાસી છે, તેની પણ ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ગ્રામ્ય LCBની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ છેલ્લા સાતથી આઠ મહિના અગાઉ અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા જિલ્લામાં, સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 29 જેટલી જગ્યા પર વીજલાઈનના વાયરોની ચોરી કરી ચુક્યા છે અને 9 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. સમગ્ર વિજચોરીના નેટવર્ક રાજેસ્થાનના રાધેશ્યામ ઉર્ફે ભોજો કુમાવત હાલ પોલીસ ગિરફતથી બાકાત છે અને સુરતના નારાયણલાલ કુમાવત કે જેની સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ ડિટેઇન કરીને રાખ્યો છે.



કુમાવત ગેંગના ત્રણેય આરોપીઓ રાત્રીના સમય દરમ્યાન ખેતરોમાંથી પસાર થતી વિજલાઈનની રેકી કરતા અને બાદમાં પોતાની ગેંગ સાથે ખેતરમાં પ્રવેશીચાલુ વીજ લાઇન પર વાયરોનું દોરડું નાંખીને બન્ને વાયરોને ભેગા કરી વીજપુરવઠો ખોરવી નાખતા. બાદમાં એક સ્પેશિયલ કટર વડે થાંભલા પર ચઢીને વાયરો કાપી નાખી ચોરી કરી ફરાર થઇ જતા. આ ગેંગના આરોપીઓ વાયરોને ઓગાળીને તેમાંથી નીકળતું એલ્યુમિનિયમ વેચી નાંખતા હોવાની કબૂલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.


અમદાવાદ ગ્રામ્ય LCN ટીમે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અને અનિલ આ બંને આરોપીઓને સુરત પોલીસના સોંપી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ હાલ વોન્ટેડ આરોપી રાધેશ્યામ જે છેલ્લે કેટલાય વર્ષોથી વોન્ટેડ છે. તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube