જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાસે બની રહેલ જંગલ સફારી (Jungle Safari) માં ત્રણ વિદેશી પ્રાણીઓના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે. જોકે વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા જરૂરી તપાસ બાદ પોસ્ટમોર્ટમ કરાયું હતું. અંતે આ પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જોકે આ પશુઓના મોતનું કારણ વિશે વન અધિકારીએ કહ્યું કે, સીઝનલ બદલાવ અને સ્થળ બદલાવાને કારણે પ્રાણીઓના મોત થયા છે. પરંતુ હવે વેટરનરી દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે આ પ્રાણીઓના મોત કેવી રીતે થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદની જેમ લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતી હતી નિત્યનંદિતા, જુઓ વીડિયો


કેવડિયા ખાતે 375 એકરમાં જંગલ સફારી બનાવવામાં આવી છે. વિવિધ 6 ઝોનમાં બનાવવામાં આવી રહેલી જંગલ સફારી માટે વિદેશોથી પ્રાણી લાવવામાં આવ્યા છે. હાલ દેશવિદેશથી લગભગ 1800 જેટલા પશુપક્ષીઓ લાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આફ્રિકન જિરાફ, એમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફા લામા, કાંગારૂ સહિત વિદેશી પક્ષીઓ પણ લાવવામાં આવ્યા છે. જેમના ખોરાકથી લઈ મિનરલ પાણી સુધીની કાળજી લેવાતી હતી. પ્રતિ મિનિટ આ તમામ પશુ-પક્ષીઓ વેટરનરી ઓફિસરોની ટીમ અને ટ્રેનરની નજર હેઠળ રહેતા હતા. છતાં વાતાવરણની અસર પ્રાણીઓને થઈ હતી. 


નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુ બોલ્યા, ‘આવા તકલાદી સાધુને દેશવટો આપો...’


એક પછી એક એમ, બે એમ્પાલાના મોત નિપજ્યા હાત. સફારી પાર્કની ટીમે આજે બંનેના અંતિમ વિધિ કર્યા, ત્યાં જિરાફનું પણ મોત નિપજ્યું હતું. જેથી વનવિભાગના વેટરનરી ડોક્ટરો દ્વારા પીએમ કરી તેનું અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું છે. જૉકે હાલ અન્ય પ્રાણીઓ સ્વસ્થ છે. અને પ્રત્યેક મિનિટે તેમની પર વોચ રાખમાં આવી રહી છે. હાલ તંત્ર અન્ય પ્રાણીઓની દેખરેખ પર ફોકસ કરી રહ્યા છે. પરંતુ, સત્ય હકીકત તો એ છે કે, વિદેશથી લાવવામાં આવેલા કેટલાક પશુપક્ષીઓ ગુજરાતના આ વાતાવરણમાં અનુકૂળ રહી શકતા નથી. જેથી કાળજી હજુ રાખવી જરૂરી બની છે તેવું જંગલ સફારીના ડીએફઓ આર.આર. નાલાએ જણાવ્યું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube