નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુ બોલ્યા, ‘આવા તકલાદી સાધુને દેશવટો આપો...’

અમદાવાદના નિત્યાનંદ વિવાદમાં જૂના અખાડાના સંતોનું મોટું નિવેદન સામે આવ્યું છે. જૂના અખાડાના ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ ગણાવ્યા. તેમજ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ તેવું કહ્યું હતું. પોલીસ ઝીણામાં ઝીણી તપાસ કરી નિત્યાનંદને કડક સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું અજુગતી પ્રવૃત્તિઓ સાધુ માટે વ્યાજબી નથી. ધર્મ અને દેશને લાંછન લગાડે તેવા સાધુને સાથ નહિ દેવાની લોકોને અપીલ કરી છે.

Updated By: Nov 20, 2019, 03:01 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુ બોલ્યા, ‘આવા તકલાદી સાધુને દેશવટો આપો...’

હનીફ ખોખર/જુનાગઢ :અમદાવાદના નિત્યાનંદ વિવાદ (Nityanand Ashram) માં જૂના અખાડાના સંતોનું મોટું નિવેદન સામે આવ્યું છે. જૂના અખાડાના ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી મહારાજ (IndraBharti Bapu) નું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ ગણાવ્યા. તેમજ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ તેવું કહ્યું હતું. પોલીસ ઝીણામાં ઝીણી તપાસ કરી નિત્યાનંદને કડક સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું અજુગતી પ્રવૃત્તિઓ સાધુ માટે વ્યાજબી નથી. ધર્મ અને દેશને લાંછન લગાડે તેવા સાધુને સાથ નહિ દેવાની લોકોને અપીલ કરી છે.

નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે

અગાઉ પણ નિત્યાનંદનો વિરોધ કર્યો હતો
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, હાલ સમગ્ર ગુજરાતમાં નિત્યાનંદની ચર્ચા ચાલુ છે. અમદાવાદમાં તેમના આશ્રમમાં જે અજુગતી પ્રવૃત્તિ છે તે સાધુસંતો માટે વ્યાજબી નથી. સાધુઓએ તેમાં પડવું ન જોઈએ. અગાઉના તેમના વિવાદ વખતે અખાડા પરિષદે તેમનો બહિષ્કાર કર્યો હતો. કોઈ પણ અખાડાએ તેઓને સ્વીકાર્યા ન હતા. સાધુસંતોએ સમાજની સારી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. સાધુ સંતોએ તેમાં પડવુ ન જોઈએ. જો પડવાથી કોઈ ધર્મને હાનિ પહોંચે છે, તો હું વિનંતી કરું છું કે તેમાં ન પડો. હું ગુજરાતની જનતાને પણ આવા પ્રકારના તકલાદી સાધુઓનો વિરોધ કરવો જોઈએ, અને તેઓને પ્રોત્સાહન ન આપવું જોઈએ. 

Photos : નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે લાંબી જટા

સમાજ કલંકિત કરે તેવા સાધુઓની જરૂર નથી
તેમણે પોલીસ તથા સમાજને નમ્ર વિનંતી કરતા કહ્યું કે, પોલીસે આવા તકલાદી સાધુઓને સજા કરવી જોઈએ. જેથી સમાજ, ધર્મ અને રાષ્ટ્ર કલંકિત થાય તો તેવા સાધુઓની જરૂર નથી. અખાડાના સાધુઓ આવી પ્રવૃત્તિ કરે તો તેઓનો અમે બહિષ્કાર કરીશુ. આવી તકલાદી પ્રવૃત્તિઓ કોઈ પણ સાધુ સમાજ નહિ સ્વીકારે. હું સમાજને આહવાન કરું છું કે, સાધુ સમાજ કે અખાડા પરિષદ તેમાં સહમત નથી, અને નહિ રહે. જેનાથી સમાજ અને ધર્મ કલંકિત થાય છે તેનો સાધુ સમાજ પણ વિરોધ કરે. પોલીસને વિનંતી છે કે, ઝીણી નજરથી તપાસ કરીને તકલાદી સાધુઓને સજા કરે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube