ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 217 કેસ સામે આવ્યા છે. આ સાથે જ નવા કેસનો આંકડો વધીને 2624 થઈ ગયો છે. માત્ર અમદાવાદમાં જ 151 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં હવે સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. સ્વાસ્થય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેસ્ટીંગ પણ ફાસ્ટ કરવામાં આવ્યું છે. 


મહારાષ્ટ્ર બાદ  ગુજરાત બીજા નંબરે
ગુજરાતમાં કોરોના સંક્રમણની સાથે સાથે મોતનો આંકડો પણ તેજીથી વધી રહ્યો છે. એક અંદાજ એવો છે કે, માત્ર 5 દિવસમાં જ ગુજરાતમાં કોરોના પ્રભાવિત રાજ્યોમાં છઠ્ઠા નંબરથી સીધા જ 2 નંબર પર આવી ગયું છે. તો રાજ્યોમાં અત્યાર સુધી 100થી વધુ મોત થઈ ચૂક્યા છે. અને દર્દીઓનો રિકવર રેશિયો પણ સૌથી ઓછો છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે, જ્યાં 6 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર