રઘુવીર મકવાણા/ગઢડા :બોટાદ જિલ્લાના ગઢડામા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરમાં દર 5 વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હતી. આ ચૂંટણીને કારણે ગોપાનીથજી મંદિર હંમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે હવે મંદિરના એસ.પી. સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી તેમજ પાર્ષદ મૌલિક ભગતની ભૂતકાળના ગુના હેઠળ ગઢડા પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર ગઢડામાં સિંહના આંટાફેરા સીસીટીવીમાં થયા કેદ, જુઓ વીડિયો


આગામી તારીખ 5 મેના રોજ ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી શાંતિ પૂર્ણ થાય તેમજ કોઈ અનિછનીય ઘટના ન બને તેથી ભૂતકાળના ગુનાને ધ્યાને લઈ આ ત્રણેયની 151 હેઠળ અટકાયત કરાઈ છે. 2007માં ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ અક્ષર પુરસોત્તમ મંદિરના દિવાલ મામલે થયેલ વિવાદમાં 307 હેઠળ એસ.પી.સ્વામી તેમજ ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી વિરુદ્ધ ભૂતકાળમાં ગુનો દાખલ થયો હતો. તો મૌલિક ભગત પર દિવાળી સમયે મંદિરની દુકાનો બાબતે થયેલ ઝઘડાને લઈ ભૂતકાળમાં ગુનો દાખલ થયો હતો. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. જોકે, અટકાયત બાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી તેઓને જામીન અપાયા હતા.


ગજબનો ભેજાબાજ ચોર સુરતમાં પકડાયો, તેના કારનામા સાંભળી વિચારશો કે ક્યાંક તમે તો નથી લૂંટાયા ને...


ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીમાં નામ ઉમેરવાના વિવાદના કારણે છેલ્લા 13 વર્ષથી ચૂંટણીને લઈ વિવાદ ચાલતો હતો. મંદિરના વિવાદમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામ સામે હોઈ મતદાર યાદી માં નામને લઈ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આગામી 5 મેના રોજ ગઢડા મંદિરની ચૂંટણી યોજાશે. જેને લઈ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત જજ એસ.એમ.સોનીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. ત્યારે ચૂંટણી શાંતિથી થાય તેને લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદાનમાં કોઈ ગેરરીતિ ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવશે. તેમજ જો કોઈ મતદાર દ્વારા મતદાનમાં ગેરરીતિ કરવામાં આવશે તો તેના પર કાયદાની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને સુરક્ષાને લઈ પણ તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ સૂચવાયું છે.