ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આયુર્વેદીક સિરપના જથ્થામાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનો એફએસએલ રીપોર્ટ આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 6 શખ્સો સામે ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જોકે આ નશાકારક આયુર્વેદીક સિરપનું ઉત્પાદન ભાજપનાં જ બે કાર્યકરો દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોણ છે આ નશાનાં કોરોબારી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની હચમચાવી નાંખે તેવી આગાહી! અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ


રાજકોટનાં ઢેબર રોડ પર આવેલા નાગરીક બેંક પાસેનાં પાર્કિંગ, હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ સહિતનાં અલગ અલગ પાંચ સ્થળો પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જૂલાઇ મહિનામાં દરોડા કર્યા હતા. જેમાંથી આયુર્વેદીક સિરપનાં નામે વેંચાતા નશાયુક્ત સિરપનો જથ્થો ઝડપી લીધો હતો. 73275 બોટલ આયુર્વેદીક સિરપ સહિત 1.16 કરોડનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. એફએસએલમાં નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદીક સિરપના નામે વેંચાતા નશાયુક્ત સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનું ખુલ્યું હતું. 



ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ


જેથી પોલીસે ભાજપ કાર્યકર ધર્મેન્દ્ર ડોડીયા અને તેનો ભાઇ રૂપેશ ડોડીયા, મેહુલ જસાણી, લકધીરસિંહ જાડેજા, અશોક ચૌહાણ અને જયરાજ ખેરડીયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમજ આઇપીસી 120(બી) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં લકધીરસિંહ જાડેજા, અશોક ચૌહાણ અને જયરાજ ખેરડીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ધર્મેશ ડોડીયા, રૂપેશ ડોડીયા અને મેહુલ જસાણી ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે. 


ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?


પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ દ્વારા નશાબંધી અને આપકારી વિભાગ દ્વારા આપવામાં આવતું SA -1, SA - 2 લાઇસન્સ મેળવવામાં આવેલું નહોતું. આ પ્રકારનું લાઇસન્સ કબજે કરેલ પ્રોડક્ટ અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આયાત કરવા તેમજ તેનો સંગ્રહ કરવા તેમજ વહેચાણ કરવા માટે મેળવવાનું ફરજિયાત હોય છે. તો સાથે જ આરોપીઓ દ્વારા હેલ્થ કેર આયુર્વેદિક હર્બલ પીણામાં ઈથાઈલ આલ્કોહોલ અને આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ ઉમેરવામાં આવતું હોવાનું એફએસએલ રીપોર્ટમાં ખુલ્યું છે. આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ અખાદ્ય છે. જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે તેમજ હેન્ડ્સ સેનેટાઇઝરની બનાવટમાં થતો હોય છે. જો તેનો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થવાની પૂરી સંભાવના પણ રહેલી હોય છે. 


5 વર્ષમાં ગુજરાતમાં 1.71 લાખ ગર્ભપાત, દીકરીઓને કૂખમાં જ મારી નાખતો આધુનિક સમાજ


આરોપીઓ દ્વારા આયુર્વેદિક બોટલોમાં આલ્કોહોલ ભેળવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. તેમજ બોટલો ઉપર ખોટા નામ તેમજ બનાવટી સ્ટીકરો બનાવી બોટલો ઉપર લગાડવામાં પણ આવતા હતા. બોટલ ઉપર ખોટા લાઇસન્સ નંબર લખી તેમનો સાચા તરીકે દર્શાવી ઉપયોગ પણ કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા જે તે સમયે 73,275 જેટલી શંકાસ્પદ બોટલો તેમજ પાંચ આઇસર ટ્રક સહિત 1,16,26,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતા.


ગુજરાતની મહિલાઓ પર સરકાર મહેરબાન! 14 લાખ મહિલાઓને મળી 1600 કરોડની સહાય, આ રીતે ઉઠાવો



ક્યાં આરોપીનો શું હતો રોલ
આરોપી ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણી દ્વારા ગોડાઉન ભાડે રાખી આયુર્વેદિક બોટલના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતું. આરોપી લકધીરસિંહ જાડેજા દ્વારા જથ્થો વડોદરાથી ધર્મેન્દ્ર ડોડીયા રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણીના ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવતો હતો. જે માલ આરોપીઓના ગોડાઉન ખાતેથી અશોક ચૌહાણ લોંડિંગનું કામકાજ સંભળાતો હતો. જ્યારે કે, જયરાજ ખેરડીયા નામનો વ્યક્તિ લોકલ સપ્લાય નું કામકાજ સંભાળતો હતો.


કોરોનાની જેમ આખું ગુજરાત ભરડામાં આવશે! રોજ આવી રહ્યાં છે 30 હજાર કેસ, જાણો શું કહે..


હાલ રાજકોટ પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. રીમાન્ડ દરમિયાન આરોપીઓ કઈ જગ્યાએ નશાકારક સીરપ બનાવતા હતા તેમ જ કઈ કઈ જગ્યાએ તેઓ વેચાણ કરતા હતા. તો સાથે જ આરોપીઓ કેટલા સમયથી આ નશાકારક દ્રવ્યના ધંધા સાથે સંકળાયેલા હતા તે સહિતની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તો સાથે જ આઇસો પ્રોપાઈલ આલ્કોહોલનો જથ્થો કઈ જગ્યાએથી કઈ પેઢી પાસેથી મેળવતા હતા તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.


'ભલે તમે ગઠબંધન કરી લો, સરકાર તો નરેન્દ્ર મોદીની બનશે, અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર