5 વર્ષમાં ગુજરાતમાં 1.71 લાખ ગર્ભપાત, દીકરીઓને કૂખમાં જ મારી નાખતો આધુનિક સમાજ

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૭૧૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું: આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત: હિરેન બેન્કર

5 વર્ષમાં ગુજરાતમાં 1.71 લાખ ગર્ભપાત, દીકરીઓને કૂખમાં જ મારી નાખતો આધુનિક સમાજ

ઝી બ્યુરો/ગાંધીનગર: પ્રગતિશીલ વિચાર અને માનવીય અભિગમ ધરાવતા ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત(Abortion)નાં કિસ્સાઓ જયારે બીજી બાજુ ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોકાવનારા હશે? તે અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે સ્ત્રીઓનાં જીવનમાં સગર્ભાવસ્થા એ ખૂબ ખાસ અને કુદરતનાં આશીર્વાદ સમાન સ્થિતિ હોય છે. 

ગર્ભવતી મહિલા જીવનમાં અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ ગર્ભપાત(Abortion) વિશે વિચારે છે. ગર્ભપાત કરવા 'મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ' છે જેમાં ચોક્કસ કારણોસર ગર્ભપાત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યસભામાં દ્વારા આપવામાં આવેલ ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં 13,65,096 જેટલી મહિલાઓનું ગર્ભપાત(Abortion) થયું છે. જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં જ 30187 મહિલાઓની ગર્ભપાત કરવામાં આવ્યું છે. 

રાજ્યમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે. આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૮૨૦૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૨૩૯૧, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૧૮૮૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮૬૬૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૦૧૮૭ જેટલી મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યો છે.

આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભ્રુણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુન્હો છે. ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ છે. નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે. 

ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૧૧ કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં ૮૦૫૧.૬૩ કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે. શું માત્ર જાહેરાતોમાં જ માતૃ વંદના, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીશું? સામાજિક જાગૃતિ અને સલામત માતૃત્વ માટે રાજ્ય સરકાર માત્ર પરિપત્રો કરીને વાહવાહી લુંટશે કે કોઈ નક્કર કામગીરી કરાશે તે યક્ષ પ્રશ્ન છે.  

ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત (Abortion) અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાત(Abortion)ના કિસ્સા અટકાવા માટે જનજાગૃતિ-સામાજિક જાગૃતિ માટે અસરકાર જાગૃતિ કાર્યકમ દ્વારા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ક્રમ    વર્ષ    ગુજરાતમાં ગર્ભપાતની સંખ્યા
૧    ૨૦૧૬-૧૭    ૨૮૨૦૪
૨    ૨૦૧૭-૧૮    ૪૨૩૯૧
૩    ૨૦૧૮-૧૯    ૪૧૮૮૩
૪    ૨૦૧૯-૨૦    ૨૮૬૬૦
૫    ૨૦૨૧-૨૨    ૩૦૧૮૭
    કુલ    ૧૭૧૩૨

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news