ઝી ન્યૂઝ/પાટણ/મહેસાણા: આજનો દિવસ પાટણ અને મહેસાણા માટે ભારે રહ્યો છે. ત્યારે પાટણમાં સુજનીપુર પાસેના વોકળામાં પગ લપસી જતા 3 બાળકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. ફાયટરની ટીમે બાળકોના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે મોકલ્યા છે. ધોરણ 8માં ભણતા 3 બાળકોના વ્હોળામાં ડૂબી જતા મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ માટે ખતરો!


ત્રણેય બાળકોને ગ્રામજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં બાળકોને હોસ્પિટલના તબિબોએ મૃત ઘોષિત કર્યા છે. સુજનીપુર ગામમાં હનુમાન મંદિરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં જે બાળકો ડૂબ્યા છે, તેમના નામ સચિન ભરવાડ, જયેશ અને મોન્ટુ છે. હાલ ત્રણેય મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે શાળાએ છૂટ્યા ત્રણેય બાળકો ઘેર આવ્યા હતા અને સ્કૂલ બેગ મૂકીને ઘરેથી નીકળ્યા બાદ આ ઘટના ઘટી છે. ​


ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો!


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ત્રણેય બાળકો વોકળામાં પાણી પીવા માટે ઉતર્યા હતા અને આ દુર્ઘટના બની છે. ધોરણ 8માં ભણતા ત્રણેય બાળકોની ઉમર 14 વર્ષની છે. ત્રણેય બાળકોના મોતથી પરિવારજનોમાં આંક્રદભર્યો માહોલ છવાયો છે. સમગ્ર પંથક અને ગામમાં ઘટનાને પગલે શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


ઘોર કળિયુગ! સગી જનેતાએ બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી, કારણ જાણી ચોંકી જશો


મહેસાણામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3નાં મોત
અન્ય એક ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડી કલ્યાણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટના બાદ કડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે બાઇક પર 3 લોકો સવાર હતા, જેમના મોત થયા છે. કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


Relationship: શું તમારા પાર્ટનરને પણ છે આ આદતો? ભૂલથી પણ ન કરતા લગ્ન, પાછળથી પસ્તાશો