Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો!
રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.
Trending Photos
Gujarat Weather 2023: ગુજરાતમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવે આગામી સમયને લઇ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પણ માવઠાનું જોર રહેશે. બે દિવસ બાદ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરતા ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલનું તાપમાન સામાન્ય કરતા પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ મહિનાઓની આગાહી કરતા કહ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22 થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. ભાવનગર, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, માર્ચ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ કે, આવતીકાલથી ફરી રાજ્યમાં માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે, વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
મહત્વનું છે કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે. બીજી બાજુ એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. તેમ છતાં આ વર્ષના ચોમાસા પર માઠી અસરની શક્યતા ઘટશે. ચોમાસુંની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.
પરંતું અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ત્યારે 5, 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે કચ્છ, સુરેન્દ્ર નગર, રાજકોટ, દ્વારકા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે 7 તારીખે સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.
- 5-6 એપ્રિલ દરમિયાન પવન અને વંટોળ રહેશે.
- 6 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં હવામાન પલટાશે
- 15 એપ્રિલ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં આઁધી, વંટોળ આવશે. અહી વરસાદ પણ નોઁધાશે.
- 23 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
- 2 થી 25 મે સુધી આંધી, વંટોળ અને વરસાદની શક્યતા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે