તેજશ મોદી, સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે કરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના આહ્વાન અંતર્ગત ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (MoHUA) 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના સુરત ખાતે “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામથી એક કાર્યક્રમનું આયોજન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં સમગ્ર દેશમાં 100 સ્માર્ટ સિટીમાં અમલમાં મૂકવામાં આવી રહેલી કેટલીક મહત્વની પહેલો પર પ્રકાશ પાડવામાં આવશે. પાંચ પેટા થીમ એટલે કે, જાહેર સ્થળોની ફરી કલ્પના કરવી, ડિજિટલ સુશાસન, ક્લાઇમેટ સ્માર્ટ શહેરો, આવિષ્કાર અને સ્માર્ટ ફાઇનાન્સ પર કેન્દ્રિત આ પરિસંવાદથી સ્માર્ટ સિટીમાંથી શીખવા મળેલા બોધપાઠોનો દેશના અન્ય શહેરોમાં અને નગરોમાં પ્રસાર કરવામાં મદદ મળી શકશે. 


આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ મુખ્ય શહેરી હિતધારકો ઉપસ્થિત રહેશે જેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશ્નરો, 100 સ્માર્ટ સિટીના MD/CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ/મિશન નિદેશાલયો તેમજ તેમના અધિકારીઓ અને ટીમના સભ્યો, વ્યાવસાયિકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, વૈશ્વિક ભાગીદારો અને નિષ્ણાતો, મીડિયા અને શિક્ષણ સંસ્થાઓના સભ્યો વગેરે સામેલ રહેશે. ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ, લોકોની સહભાગીતા, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આવિષ્કારો અને ભાવિ આકાંક્ષાઓ કે જે આઝાદીના 75મા વર્ષને યાદગાર બનાવે તેને આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.

આવતીકાલથી પ્રધાનમંત્રી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો ગુજરાતને શું મળશે ભેટ


આ કાર્યક્રમ દરમિયાન MoHUA દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ્સ સ્પર્ધા (ISAC) 2020ના વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પહેલાંની પ્રવૃત્તિઓ કે જે 1 થી 31 જાન્યુઆરી 2022 દરમિયાન યોજવામાં આવી હતી તેના કેટલાક વિજેતાઓનું પણ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પૂર્વેની આવી પ્રવૃત્તિઓ સુરતમાં યોજનારી આ મેગા ઇવેન્ટના પૂર્વ-સંકેતના રૂપમાં યોજવામાં આવી હતી જેમાં ઓપન ડેટા વીક, શહેરી જીઓ-સ્પેટિઅલ ડેટા સ્ટોરી ચેલેન્જ, પ્લેસ મેકિંગ મેરેથોન, ચાલવા અને સાઇકલ ચલાવવાની આઝાદી અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી મૂલ્યાંકન ફ્રેમવર્ક 2.0 (CSCAF) જેવા કાર્યક્રમો સમાવેલા હતા.


આ કાર્યક્રમ દરમિયાન કેટલીક મુખ્ય પહેલોની શરૂઆત કરવામાં આવશે જેમ કે, ‘ઇઝ ઓફ લિવિંગ’, ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ’, ‘ડેટા પરિપકવતા મૂક્યાંકન ફ્રેમવર્ક 3.0 અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી મૂલ્યાંકન ફ્રેમવર્ક 3.0’, ‘મંત્રાલયનું એકીકૃત ડેટા પોર્ટલ AMPLIFI કે જે ભારતીય શહેરોને મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે’ તે સહિત શહેરી પરિણામ ફ્રેમવર્ક 2022ની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ દરમિયાન શહેરી જીવન અને દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યોમાં યોગદાન આપવા બદલ ધ્યાનમાં લેવામાં આવેલા 7800 થી વધુ પ્રોજેક્ટ્સ સાથે આઉટકમ આઉટપુટ મેનેજમેન્ટ ફ્રેમવર્ક પર એક વ્યાપક ડેશબોર્ડ (GMIS માં OOMF ડેશબોર્ડ), પણ લોન્ચ કરવામાં આવશે.

હવે કેશોદથી મુંબઇ માત્ર માત્ર 1 કલાક 25 મિનિટમાં પહોંચી જશો, આ તારીખથી પોરબંદર-દિલ્હી ફ્લાઇટ શરૂ થશે


આ કાર્યક્રમ દરમિયાન સ્થળ ખાતે જ પ્લેસમેકિંગનું નોંધનીય આકર્ષણ રહેશે, જે એક એવા મોડેલ પડોશની નકલ કરશે જેની ઇચ્છા શહેરો રાખી શકે છે. આ મોડેલમાંથી શીખવાની મહત્વની બાબતોમાં કેવી રીતે પડોશની ડિઝાઇન તૈયાર કરવી જોઇએ કે જેથી વૃદ્ધો, બાળકો અને તેમની સંભાળ રાખનારાઓ સહિત તમામ હિતધારકો માટે વધુ સુરક્ષિત રીતે તેનું નિર્માણ કરી શકાય, તે ચાલવા યોગ્ય અને સ્વસ્થ હોય, તે બાબત સામેલ છે. આ ઉપરાંત, કેટલાક સ્ટાર્ટ-અપ્સ દ્વારા સ્થળ પર તેમના આવિષ્કારી ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.


આ કાર્યક્રમ ગ્રીન ઇવેન્ટ રહેશે જે તમામ સહભાગીઓને ગ્રીન પરિવહનનો વિકલ્પ પસંદ કરવા તેમજ આ કાર્યક્રમના સ્થળે પહોંચવા માટે અન્ય વિકલ્પોના બદલે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ પરિષદનું સ્થળ પ્લાસ્ટિક મુક્ત રહેશે અને સહભાગીઓને પીવાનું પાણી ભરવા માટે તેમની પોતાની બોટલ લઇને આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, સહભાગીઓને વિવિધ સ્થળે QR કોડ મૂકેલા આપવામાં આવશે જેને સ્કૅન કરીને વિવિધ મિશન પહેલોની માહિતી મેળવી શકાશે. આવી માહિતી આપવા માટે કાગળની પત્રિકાઓ અને અન્ય વાંચન સામગ્રીના બદલે QR કોડ દ્વારા માહિતી આપવામાં આવશે.  


કાર્યક્રમમાં થીમ આધારિત પેવેલિયન:
આ કાર્યક્રમ દરમિયાન 1000 કરતાં વધારે સહભાગીઓ કે જેમણે આખા દેશમાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના માટે 5 થીમ પર કેન્દ્રિત વિવિધ ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ, પ્રતિષ્ઠિત વક્તાઓ સાથે પૂર્વનિયોજિત સંવાદો અને શીખવાના કાર્યક્રમો યોજવામાં આવશે.


જાહેર સ્થળોની ફરી કલ્પના – સુરક્ષિત, ચાલવા યોગ્ય અને સ્વસ્થ પડોશનું નિર્માણ કરવું
શહેરોમાં વિકાસશીલ જાહેર ક્ષેત્ર, સ્માર્ટ પડોશ, પ્લેસ મેકિંગ, બાળક અને સંભાળ આપનાર માટે મૈત્રીપૂર્ણ પડોશ, નેટ-ઝીરો કાર્બન ગતિશીલતાના માર્ગો અને શહેરી આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે સત્રમાં વિગતવાર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


ડિજિટલ સુશાસન - ડેટા અને ડિજિટલ ટેકનોલોજીની મદદથી સમુદાયોનું સશક્તીકરણ
ડિજિટલ સુશાસન પેવેલિયનમાં, ઇન્ટરએક્ટિવ વર્કશોપ અને ઓતપ્રોત કરી દેનારા સત્રોનું આયોજન કરવામાં આવશે. શહેરોમાં ડિજિટલ સુશાસન અપનાવવાથી થતા લાભો પ્રદર્શિત કરવા માટે આ સત્રોનું આયોજન કરવામાં આવશે. રીઅલ-ટાઇમ ડેટા, AI/ML કેસ અને ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ (IUDX) અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જેવા પ્લેટફોર્મના ઉપયોગના આધારે આ દર્શાવવામાં આવી રહ્યા છે. આ પેવેલિયનમાં સુરત ICCCના લાઇવ સત્રનું પ્રદર્શન કરવામાં આવશે. આ જગ્યાએ હિતધારકો ઓપન ડેટાના મૂલ્યને સમજી શકે તે માટે ડેટા ગેમનું પણ આયોજન પણ કરવામાં આવશે.


આવિષ્કાર –સામાજિક મુદ્દા નક્કી કરવા અને ઉકેલવા
આવિષ્કાર માટેના પેવેલિયનમાં શહેરી ટેક ક્ષેત્રમાં અગ્રણી સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવામાં આવેલા અદ્યતન ઉકેલો રજૂ કરવામાં આવશે, સાથે ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ અને સત્રો રહેશે જે શીખવાનું આનંદદાયક બની શકે તે માટે ગેમિંગના ડેશ સાથે કાર્યક્રમોની સમજણ અને જાગૃતિમાં મદદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ સત્રમાં સિટી ઇનોવેશન એક્સચેન્જ (CIX) અને સ્માર્ટપ્રોક્યોર માર્ગદર્શિકાના ઉપયોગ, સ્માર્ટ સિટીઝ મિશન સ્માર્ટ સિટીઝમાં આવિષ્કારના સંસ્થાકીયકરણને અનુસરી રહ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે/પ્રોત્સાહન આપવામાં આવશે.


ક્લાઇમેટ સ્માર્ટ સિટી – શહેરોમાં ક્લાઇમેટને લગતી ક્રિયાઓનું નિર્માણ
ક્લાઇમેટ સ્માર્ટ સિટી સામુહિક કાર્બન ટ્રેડિંગ, આબોહવા અનુકૂલન યોજના, આબોહવાને લગતી ક્રિયાઓને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચના અને આબોહવા સંબંધિત જોખમો તેમજ પડકારો અંગે કમ્યુનિકેશન કરવા જેવી ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેવી રીતે ભારતીય સ્માર્ટ સિટીઓએ તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારીને અને સહિયારા પ્રયાસોનું નિર્માણ કરીને આબોહવાના પડકારોને ઘટાડવાની પરિયોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી છે તે મુદ્દે પણ આ સત્રોમાં ચર્ચા કરવામાં આવશે.


સ્માર્ટ ફાઇનાન્સ - રાષ્ટ્રની સમૃદ્ધિના ચાલકો તરીકે શહેરો
સ્માર્ટ ફાઇનાન્સ થીમ શહેરોને આવકના અત્યાર સુધી ધ્યાન ના આપવામાં આવ્યું હોય તેવા સ્રોતો ઓળખવામાં મદદરૂપ થવા માટે શહેરી ફાઇનાન્સનમાં આવિષ્કાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વિભાગમાં સ્માર્ટ સિટી મિશનની 20થી વધારે સફળ અને આવિષ્કારી PPP પરિયોજનાઓ, MUNIFY સાથેનો એક વિભાગ (જ્યાં ULB તેમના બજેટ અને ફાઇનાન્સનું વિહંગાવલોકન જાણી શકે છે), ઇન્વેસ્ટ ઇન્ડિયા ગ્રીડ વિભાગ, રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) અને આઉટપુટ અને આઉટકમ મોનિટરિંગ ફ્રેમવર્ક (OOMF) ક્લિનિક પ્રદર્શન રજૂ કરવામાં આવશે. 29 વૈશ્વિક/રાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા વિવિધ શહેરી ફાઇનાન્સને લગતા મુદ્દાઓ પર અહીં વક્તવ્ય આપવામાં આવશે.


સ્માર્ટ સિટી મિશન – ભૌતિક અને આર્થિક પ્રગતિ
સ્માર્ટ સિટી મિશન (SCM) એક પરિવર્તનકારી મિશન છે જેનો ઉદ્દેશ દેશમાં શહેરી વિકાસની કામગીરીમાં આમૂલ પરિવર્તન લાવવાનો છે. SCM હેઠળ દરખાસ્ત મૂકવામાં આવેલી કુલ પરિયોજનાઓમાંથી, ₹1,93,143 કરોડ (મૂલ્ય અનુસાર 94%)ના મૂલ્યની 7,905 પરિયોજનાઓને આજદિન સુધીમાં આગળ વધારવામાં આવી છે, ₹1,80,508 કરોડ (મૂલ્ય અનુસાર 88%)ના મૂલ્યની 7,692 પરિયોજનાઓ માટે કામના આદેશો ઇશ્યુ કરવામાં આવ્યા છે. ₹60,919 કરોડ (મૂલ્ય અનુસાર 33%)ના મૂલ્યની 3,830 પરિયોજનાઓનું સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે અને હાલમાં તેનું પરિચાલન ચાલુ છે (10 એપ્રિલ 2022 સુધીમાં).


સ્માર્ટ સિટી મિશન હેઠળ ₹2,05,018 કરોડના કુલ રોકાણમાંથી, ₹93,552 કરોડના મૂલ્યની પરિયોજનાઓ કેન્દ્ર અને રાજ્યના ભંડોળથી વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આજદિન સુધીમાં, આ પરિયોજનાઓમાંથી લગભગ 100%, એટલે કે ₹92,300 કરોડના મૂલ્યની પરિયોજનાઓના કામના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશનમાં ફાઇનાન્સિયલ પ્રગતિમાં પણ વેગ આવ્યો છે. 2018માં જ્યારે આ મિશનમાં કુલ ખર્ચ ₹1,000 કરોડ હતો તે વધીને ₹45,000 કરોડ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા શહેરોને રિલીઝ કરવામાં આવેલા કુલ ભંડોળમાંથી 91% ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવામાં આવતી પરિયોજનાઓ બહુક્ષેત્રીય અને સ્થાનિક વસ્તીની મહત્વકાંક્ષાઓના પ્રતિબિંબરૂપ હોય છે. દેશમાં આજદિન સુધીમાં, 80 સ્માર્ટ સિટી વિકસાવવામાં આવ્યા છે અને તેમના એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મિશન હેઠળ વિકસાવવામાં આવેલા અન્ય સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે પરિચાલન થઇ રહેલા આ ICCCએ કોવિડ વ્યવસ્થાપન માટે વોરરૂમ તરીકે કામ કર્યું હતું, માહિતીના પ્રસાર, કમ્યુનિકેશનમાં સુધારો, અનુમાનિત વિશ્લેષણો અને સહાયક અસરકારક વ્યવસ્થાપન દ્વારા મહામારી સામે લડવામાં શહેરોને મદદ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube