રાજકોટમાં ભર ઉનાળે આજથી 3 દિવસ પાણીકાપ, આજે આ વિસ્તારો રહેશે તરસ્યા
રૈયાધાર આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગ રોડ હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 1,2,9, અને 10 સહિત રેલનગર હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 3, ચંદ્રશેખર નગર હેડ વર્કર્સના અંતગર્ત વોર્ડ નંબર 8 (પાર્ટ ઇ 11) અને વોર્ડ નંબર 13 માં ગુરૂવારે પાણીનો કાપ મુકવામાં આવશે.
રાજકોટ: રાજકોટ શહેરમાં ભીષણ ગરમી વચ્ચે બુધવારથી ત્રણ દિવસ સુધી પાણીનો કાપ મુકવામાં આવશે. તેની અસર શહેરના 50 ટકા વિસ્તારોમાં થશે. મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના અનુસાર નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પર રો-વોટરની ટાંકી સફાઇ કરવાના કારણે મનપા તરફથી બજરંગવાડી હેડ વર્કર્સના અંતગર્ત વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 માં બુધવારે પાણીનો કાપ મુકવામાં આવશે.
રૈયાધાર આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગ રોડ હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 1,2,9, અને 10 સહિત રેલનગર હેડ વર્કર્સ અંતગર્ત વોર્ડ નંબર 3, ચંદ્રશેખર નગર હેડ વર્કર્સના અંતગર્ત વોર્ડ નંબર 8 (પાર્ટ ઇ 11) અને વોર્ડ નંબર 13 માં ગુરૂવારે પાણીનો કાપ મુકવામાં આવશે. બજરંગવાડી વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 સહિત વોર્ડ નંબર 8, 11,12,13 માં 29 એપ્રિલના રોજ પાણીનું વિતરણ થશે. આ તમામ ક્ષેત્રોમાં રાજકોટ શહેરની 50 ટકા વસ્તી વસવાટ કરે છે.
ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
જે મુખ્ય વિસ્તારોમાં પાણીની અસર વર્તાશે તેમાં વોર્ડ નંબર 1ના રામેશ્વર પાર્ક (ભાગ 2), વિદ્યાનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદ નગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસીડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિત વોર્ડ નં.2ની રંગ ઉપવન સોસાયટી, છોટુ નગર મફતિયાપરા, વોર્ડ નં.9ની મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વીતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી તથા અન્ય ઘણા વિસ્તારોનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર 10માં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરુપતિ નગર, રાવલનગર, જલારામ પ્લોટ-1 સહિત વોર્ડ નંબર 8 માં નંદકિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જલશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર સોસાયટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 11, 2 ની ઘણી સોસાયટીઓનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube