ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત છે.

ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

Weather Forecast: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. જ્યારે કાલથી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં ગરમીનું જોર વધી શકે છે. ગુરૂવાર તથા શુક્રવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લામાં ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે આ દિવસ સુધી યલો એલર્ટ વચ્ચે ગરમીથી બચવા એડવાઇઝરી પણ જાહેર કરી છે. 

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા આટલું કરો
વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુવર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
    
લુ લાગવા (સન સ્ટોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જેવી અસરો થાય છે.
    
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટોકની વધુ અસર થવાની શક્યતા છે. અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. ગત વર્ષોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સન સ્ટોકના કારણે મુત્યુ નોંધાયેલ છે.

સન સ્ટોક (લુ) થી બચવા જાહેર જનતાને નીચે મુજબ સૂચનાઓઆપવામાં આવી છે.
•    ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું .
•    ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
•    નાનાબાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
•    દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.
•    ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
•    ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
•    માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news