મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર બોગસ દસ્તાવેજોના આધારે UK જતા 3 શખ્સોના ઇમિગ્રેશન (immigration) અટકાવાયા છે. એરપોર્ટ પોલીસે 3 લોકોની ધરપકડ છે. જેઓએ યુનિવર્સિટીના ખોટા ડિગ્રી (Bogus Degree) ના દસ્તાવેજો બનાવીને પાસપોર્ટ (Passport) બનાવ્યો હતો. યુકે જવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. એરપોર્ટ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.


જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી, તેમ છતા હારી ગઈ ટીમ, જુઓ રોમાંચક મેચનો VIDEO


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ દરેક બીજો યુવક વિદેશ જવા માગે છે. ત્યારે તેની આ જ ઘેલછા તેમને જેલના સળિયા પાછળ ધકેલે છે. ગમે તે ભોગે વિદેશ જવા માંગતા યુવકો એવા ગુના કરી બેસે છે, જેના બાદ તેઓને ભોગવવાનો વારો આવે છે. આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશ જવા માટે બોગસ દસ્તાવેજ અને ડિગ્રી બનાવનાર ત્રણ યુવકો પકડાયા છે. અમદાવાદનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા નડિયાદનાં એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા સાગર પ્રજાપતિની એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, છત્તીસગઢની ડો.સી.વી.રમણ યુનિવર્સિટીની બી.કોમની બોગસ ડિગ્રીના માધ્યમથી આ યુવકોને લંડન મોકલવામાં આવી રહ્યા હતા. બોગસ ડિગ્રી માટે યુવકોએ 56 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. જે માટે વલ્લભ વિદ્યાનગરનાં AISCETનાં સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઇને વિઝા અને લંડન યુનિ.માં એડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ 5 લાખ રૂપિયા પડાવતા હતાં. 


ભૂક્કા બોલાવી દે તેવું છે ‘સાંડ કી આંખ’નું ટ્રેલર, જેમાં જુવાન તાપસી અને ભૂમિ વૃદ્ઘ મહિલા બની છે 


ઈમિગ્રેશન વિભાગે ડોક્યુમેન્ટ્સ તપાસતા સામે આવ્યું કે, યુવકોના દસ્તાવેજ બોગસ હતા. ખેડા અને નડિયાના ચાર એજન્ટોએ આ ડિગ્રી યુવકોને આપી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પોલીસે 2 અલગ અલગ ફરિયાદના આધારે 4 એજન્ટ સહિત 6 સામે ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :