જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી, તેમ છતા હારી ગઈ ટીમ, જુઓ રોમાંચક મેચનો VIDEO

ક્રિકેટની દુનિયામાં અનેક રોમાંચક મેચ બની છે, જેમાં અંતિમ સમયે ટીમ જીતતા-જીતતા હારી જાય છે. તો ક્યારેક હારતા-હારતા જીતી જાય છે. આ પ્રકારના ટાઈમિંગવાળી સ્પર્ધામાં કેટલીક મેચ એવી પણ હોય છે, જ્યાં ટીમની જીત નક્કી થઈ જાય, તેમ છતા તેને હારનો સામનો કરવો પડે છે. આવી જ એક મેચ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટ માર્શ કપ 2019માં તસ્માનિયા અને વિક્ટોરીયાની વચ્ચે મેચ રમાઈ રહી હતી. તસ્માનિયાને જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી. જ્યારે કે હાથમાં 5 વિકેટ હતી. પરંતુ કેવલ 8 બોલમાં મેચ પલટાઈ ગઈ.
જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી, તેમ છતા હારી ગઈ ટીમ, જુઓ રોમાંચક મેચનો VIDEO

નવી દિલ્હી :ક્રિકેટની દુનિયામાં અનેક રોમાંચક મેચ બની છે, જેમાં અંતિમ સમયે ટીમ જીતતા-જીતતા હારી જાય છે. તો ક્યારેક હારતા-હારતા જીતી જાય છે. આ પ્રકારના ટાઈમિંગવાળી સ્પર્ધામાં કેટલીક મેચ એવી પણ હોય છે, જ્યાં ટીમની જીત નક્કી થઈ જાય, તેમ છતા તેને હારનો સામનો કરવો પડે છે. આવી જ એક મેચ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટ માર્શ કપ 2019માં તસ્માનિયા અને વિક્ટોરીયાની વચ્ચે મેચ રમાઈ રહી હતી. તસ્માનિયાને જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી. જ્યારે કે હાથમાં 5 વિકેટ હતી. પરંતુ કેવલ 8 બોલમાં મેચ પલટાઈ ગઈ.

હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

બોનસ અંકમાં પ્રયાસો ભારે પડ્યા
આ મેચમાં વિક્ટોરિયાએ તસ્માનિયા સામે માત્ર એક રનથી આશ્ચર્યજનક જીત મેળવી હતી. તસ્માનિયાને બોનસ અંક માટે તોફાની બેટિંગ કરવાનો પ્રયાસ મોંઘો પડ્યો. તસ્માનિયાની ટીમ વિક્ટોરિયાએ આપેલ 185 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં લાગી હતી. ટીમે 39મા ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 172 રન બનાવી લીધા હતા. ટીમને જીત માટે માત્ર 14 રનની જરૂર હતી. પરંતુ ટીમે વિચાર્યું કે, જો તે 185 રનનો ટાર્ગેટ 40મા ઓવરમાં મેળવે છે તો તેને સરળતાથી બોનસ અંક મળી જશે.

— cricket.com.au (@cricketcomau) September 23, 2019

બસ, આ જ વિચાર તેમને ભારે પડી ગયો. પહ વેઉ વેબસ્ટર ક્રિસ ટ્રમેનની બોલ પર મિડ ઓફ પર ઝલાઈ ગયા. ટ્રિમૈને 25 બોલ પર 20 રન બનાવ્યા. અહીં મેચ તસ્માનિયાના હાથમાં હતી, કારણ કે બેન મૈકડરમોટ ક્રીઝ પર હતા, જેઓએ 78 રન બનાવી લીધા હતા. બીજી તરફ ક્રીઝ પર જેમ્સ ફોકનર પણ હાજર હતા. અહીં પહેલા મૈકડરમોટ ડીપ મિડવિકેટ પર મોટો શોટ લગાવવાની ચક્કરમાં આઉટ થયા. તેના બાદ ટીમને બોનસ અંક માટે 6 બોલમાં 5 રનની જરૂર હતી.

જૈક્સન કોલમૈનના ઓવરમાં ફોકનરે થર્ડ મેન તરફથી મોટો શોટ રમ્યા, જે જો હૌલૈંડે ઝીલી લીધો. તેના આગામી બોલ પર મૈકડરમોટ પણ શોટ મિસટાઈમ કરીને એ જ રીતે કેચ આપી બેસ્યો. કોલમૈનએ ગુરિંદરસિંધુને પણ આઉટ કરી દીધો, જેમણે મૈટ શોર્ટને કેચ કર્યો. બોનસ અંક તો 40 ઓવર પૂરી થયા પર જતા રહ્યા. અહીં તસ્માનિયાના બે વિકેટ રહેવાથી 10 ઓવરમાં માત્ર 3 રન જોઈતા હતા. પરંતુ ટ્રીમૈને જૈક્સન બ્રિડને વિકેટની પાછળ કેચ કરાવ્યો. તેના બાદ એક રન બનાવ્યા બાદ ટ્રીમેને નાથન ઈલિસને એલબીડબલ્યુ આઉટ કરીને મેચ વિક્ટોરિયાના નામે કરી લીધી.  

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news