અમદાવાદ :આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.અને પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ક્રોસ વોટિંગ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટથી રવાના થયા


કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર તથા ધવલસિંહ ઝાલાની ક્રોસ વોટિંગની શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસે પોતાના આ ત્રણેય ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું, તેના બાદ હવે આ ધારાસભ્યો કોને વોટ આપશે તેના પર મદાર છે. આ ત્રણેય ધારાસભ્યો જો ક્રોસ વોટિંગ કરશે તો કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. તો બીજી તરફ, રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાનને લઈ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ મતદાન કરનારા સસ્પેન્ડ થવા માટે તૈયાર રહે.  


રાજ્યસભા ચૂંટણી Live : ભાજપના ખાતામાં 30 મત પડ્યા, કોંગ્રેસને પહેલો વોટ ધારાસભ્ય મંગળભાઈ ગામીતનો મળ્યો



તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ મીડિયા સંબોધનમાં કહ્યું કે, ધારાસભ્ય ભરતજી ઠાકોર અમારી સાથે બાલારામ રિસોર્ટ હતા. તેઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની રજા લઈને બાલારામ રિસોર્ટથી રવાના થયા હતા. આજે મતદાન કરવા પણ ભરતજી ઠાકોર આવશે. જોકે, તેઓ અલ્પેશ ઠાકોર જૂથના હોવાના કારણે તેમના મતદાનને લઈને દ્વિધા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :