રાજ્યસભા ચૂંટણી : ભાજપના ઉમેદવાર વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા બન્યા

આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસની વાંધા અરજીનો નિકાલ આવ્યા પછી રાજ્યસભાની બે બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

રાજ્યસભા ચૂંટણી : ભાજપના ઉમેદવાર વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા બન્યા

અમદાવાદ :આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસની વાંધા અરજીનો નિકાલ આવ્યા પછી રાજ્યસભાની બે બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અને વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકરને 104 મત મળ્યા છે, જ્યારે બીજા ઉમેદવાર જોગાજી ઠાકોરને 105 મત મળ્યા છે અને આ રીતે બંનેનો વિજય થયો છે. કોંગ્રેસના બંને ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને 70-70 મત મળ્યા છે. 

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે, પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. 

  • 23.35 : ભાજપના ઉમેદવાર જુગલજી ઠાકોરનો વિજય, 105 મત મળ્યા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમાને 70 મત મળ્યા
  • 20.30 : ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર થાય તેના પહેલા જ ભાજપના બંને ઉમેદવારો પર અભિનંદનની વર્ષા
  • 20.15 : એક મત રદ્દ થયો હોવાનું અનુમાન, જોકે, કોનો મત રદ્દ થયો છે તેના અંગે સસ્પેન્સ 
  • 20.10 : ભાજપના ઉમેદવાર અને વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકરને 104 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાને 70 મત મળ્યા 
  • 19.21 : ભાજપના ઉમેદવાર વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર વિજેતા બન્યા 
  • 19.20 : રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય, આઈ.કે. જાડેજાએ ટ્વીટ કરીને આપી માહિતી 
  • 18.55 : રાજ્યસભા ચૂંટણીની મતગણતરીનો કરાયો પ્રારંભ 
  • 18.50 : કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવી દીધી 
  • 18.20 : કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય આવ્યા બાદ રાજ્યસભાની પેટાચૂંટણી માટેની મતગણતરી શરૂ કરવામાં આવશે.
  • 18.15 : કોંગ્રેસના અશ્વિન કોટવાલ અને ભાજપના  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા મતગણતરી માટે આવીને પાછા ગયા

 

  • 17.00 : કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મતદાન કર્યું ત્યારે પોતાનો મત કોંગ્રેસના પોલિંગ એજન્ટને બતાયા વગર મતપેટીમાં નાખી દીધો હોવાનો વાંધો પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયો છે 
  • 16.45 :  કોંગ્રેસ તરફથી ઊભા કરવામાં આવેલા વાંધાઓના કારણે હવે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ જ મતગણતરી શરૂ થશે
  • 16.30 : રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણીમાં મતગણતરીમાં થઈ રહ્યો છે વિલંબ
  • 14.27 કલાકે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપશે તેવુ જાણવા મળ્યું છે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર ટૂંક સમયમાં રાજીનામા આપશે. હાલ આ મામલે અલ્પેશ ઠાકોરની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

  • 13.55 કલાકે કોંગ્રેસના 50થી વધુ ધારાસભ્યોએ મતદાન કર્યું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપના ઉપદંડકની ઓફિસમાં ગયા. તેમણે ભાજપના દંડક સાથે મુલાકાત કરી. જોકે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે હજી સુધી મતદાન કર્યું નથી. 

  • 1.44 કલાકે ભાજપના તમામ ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થયું. તમામ 100 ધારાસભ્યોએ મતદાન કર્યું. 

  • 1.19 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા મતદાન કરવા 

  • 11.39 કલાકે ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના ત્રણ મહિલા ધારાસભ્યોએ મતદાન કર્યું. 

  • 11 વાગ્યા સુધી કોંગ્રેસના 58 ધારાસભ્યોએ મત આપ્યો.

  • ભરતજી ઠાકોરે દાવો કર્યો કે, હું કોંગ્રેસને મત આપીશ.

  • વોટ આપવા નીકળતા પહેલા પોતાના નિવાસ સ્થાને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવા જઈ રહ્યો છું. મતદાન બાદ વિસ્તારપૂર્વક મારી વાત કરીશ. રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું છે તે સારી વાત છે, પણ એમની પહેલા મેં રાજીનામુ આપવાનો નિર્ણય લીધો હતો. પક્ષમાં જે ગડબળી હતી તે મેં પહેલા કહ્યું હતું. મેં કહ્યું ત્યારે એ વાતનો સ્વીકાર કરાયો નથી. કેટલાક લોકો મોટી મોટી વાતો કરતા હતા, પણ ચૂંટણીમાં પરિણામ ના આપી શક્યા. રાહુલ ગાંધી દેર આયે દુરુસ્ત આયે, જે પણ થયું એ સારું થયું.

  • બાલારામ રિસોર્ટમાં લઈ જવાયેલા તમામ ધારાસભ્ય ગાંધીનગર પહોંચી ગયા છે. હવે તેઓ વોટિંગ કરશે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્ય એકજૂટ છે. બધા સાથે છે. અમારા કોઈ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરવાના નથી. તો ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, ભરજી ઠાકોર અમારી સાથે બાલારામ રિસોર્ટમાં હતા. તેઓ આજે વોટિંગ કરવા આવી જશે.

  • સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકી નાંદુરસ્ત તબિયત વચ્ચે પણ વ્હીલ ચેરમાં મતદાન કરવા પહોંચ્યા. પુરુષોત્તમ સોલંકીએ પણ મતદાન માટે સહાયકની અરજી કરી હતી. જેમાં તેમના સહાયક તરીકે તેમના જ ભાઈ હીરા સોલંકીએ મતદાન કર્યું હતું. મંત્રી દિલીપ ઠાકોરે મતદાન કર્યું

  • 10.34 કલાકે વિધાનસભાના મતદાન મથકે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, બંને બેઠકો ભાજપને જ ફાળે આવશે. બીટીપી અને એનસીપીએ અમને ટેકો આપ્યો છે. છોટુ વસાવા અને કાંધલ જાડેજાએ ભાજપને ટેકો આપ્યો. કોંગ્રેસની સ્થિતિ હાલ ખરાબ છે. કોંગ્રેસમાથી કેટલાક ક્રોસ વોટિંગ થાય છે તે તો તેમને ખબર. 

  • 10.23 કલાકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ મતદાન કર્યું. કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિહ પરમારે મતદાન કર્યું. અત્યાર સુધી 36 ધારાસભ્યોનું મતદાન થયું. જેમાં 31 ભાજપ, 2 બીટીપી, 3 કોંગ્રેસને મત મળ્યા. કોંગ્રેસ તરફમાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત 3 ધારાસભ્યોનું મતદાન થયું. મંત્રી કુંવરજી બાવળિયાએ પણ મતદાન કર્યું

  • https://lh3.googleusercontent.com/-eMFxrPxxUmg/XR7ti-rXOeI/AAAAAAAAIDI/wRLBLLYGDoUc1A9NkAW5wGvIZwDQBdwigCLcBGAs/s0/Alpesh_thakor_rajyaSabha.JPG

  • 10.15 કલાકે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મતદાનનો પ્રારંભ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઈ ગામીતે મતદાન કર્યું

  • 10.12 કલાકે ભાજપમાંથી અત્યાર સુધીમાં ૩૦ ધારાસભ્યોએ મતદાન કર્યું. જેમાં 2 બીટીપીના ધારાસભ્યોએ મતદાન કર્યું. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું. મંત્રીમંડળના મોટાભાગના સભ્યોએ મતદાન કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ મતદાન કરવા માટે આવવાના બાકી.

  • 10.00 કલાકે રાજ્યસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 25 મત પડ્યા છે. આ તમામ મત ભાજપના ધારાસભ્યોના છે. કોંગ્રેસના દંડક અને કોંગ્રેસના પોલિંગ એજન્ટ અશ્વિન કોટવાલના કહેવા પ્રમાણે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ મત પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો હજી સુધી અમદાવાદ પહોંચ્યા નથી.
  • અડધા કલાકમાં ભાજપને 12 મત પડ્યા.
  • રાજ્યસભાની ચૂંટણીના કોંગ્રેસના બંને ઉમેદવારો મતદાન મથક ઉપર પહોંચ્યાં. કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યાએ એનસીપીના કાંધલ જાડેજાના ભાજપના ટેકા અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો. તો ગૌરાંગ પંડ્યાએ પોતાની જીત નિશ્ચિત હોવાનો પણ દાવો કર્યો છે. 
  • ભાજપના પોલિંગ એજન્ટ તરીકે પ્રદિપસિંહ જાડેજા અને કોંગ્રેસના પોલિંગ એજન્ટ તરીકે અશ્વિન કોટવાલ રહેશે.
  • 8.29 કલાકે એસ.જયશંકર અને જુગલજી ઠાકોર જગન્નાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા. અહી તેમણે જીત માટે ભગવાન સામે પ્રાર્થના કરી હતી. ભગવાનના દર્શન કર્યા બાદ તેમણે આરતી પણ ઉતારી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું અહી દર્શન લેવા માટે આવ્યો છું. જુગલજી ઠાકોરે પણ ભગવાનની આરતી ઉતારી હતી. 
  • 8.23 કલાકે કોંગ્રેસના મુખ્ય દંડક અશ્વિન કોટવાલ અને ધારાસભ્ય સી જે ચાવડા વિધાનસભા પહોંચ્યા
  • https://lh3.googleusercontent.com/-jcnZ8Tl7F4U/XR7EZkMmp9I/AAAAAAAAICw/gr-fNkTVjPUk_rDSPuYLJy49tv5-2uZHACK8BGAs/s0/JayShankar_Jugalji.JPG

    વિધાનસભાના ચોથા માટે વોટિંગ
    રાજ્યસભા ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. ગુજરાત વિધાનસભાના ચોથા માળ પર વોટિંગ થશે. બંને સીટ માટે ધારાસભ્યોને અલગ અલગ વોટિંગ કરવાનું રહેશે. ભાજપના રાજ્યસભા સદસ્ય અમિત શાહની ખાલી સીટનું મતપત્ર સફેદ રંગનું રાખવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની લોકસભામાં જીત્યા બાદ તેમની ગુજરાતની રાજ્યસભાની સીટ ખાલી છે. આ સીટ માટે ગુલાબી રંગનું મતપત્ર રાખવામાં આવ્યું છે. દરેક એક વોટરે બંને સીટ માટે વોટિંગની જગ્યા પર અલગ અલગ વોટિંગ કરવાનું રહેશે. પસંદગીના ઉમેદવારનો અંક ઉમેદવારના નામ આગળ 1 લખવાનું રહેશે. તેના માટે ઈલેક્શન અધિકારી દ્વારા આપવામાં આવેલી પેનનો ઉપયોગ કરવાનો રહેશે. 

    કોંગ્રસના ધારાસભ્યો ટૂ્ંક સમયમાં પહોંચશે ચૂંટણી માટે
    રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળી ચૂક્યા છે. તેઓ અંદાજે 10 કલાકની આસપાસ વિધાનસભા પહોંચીને મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. આજે યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયથી તમામ ધારાસભ્યોનો બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા હતા.

    સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news