મૌલિક ધામેચા, અમદાવાદઃ ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા એક બાદ એક લોકોની ધરપકડ કરી રહી છે. ગુજરાત એટીએસે કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યા કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ
ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ અને મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી. 


બે મૌલાના સહિત 10ની ધરપકડ
ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 લોકો એટીએસના હાથે લાગ્યા છે. જેમાં બે મૌલાના પણ સામેલ છે. 


આ પણ વાંચોઃ તાંત્રિક વિધિ કરી કોંગ્રેસના બે નેતાઓનો ખાત્મો બોલાવવાનો પ્લાન, મહિલા નેતાનો ઓડિયો વાયરલ  


કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો
ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં પહેલા તે શબ્બીરને ઓળખતો ન હોવાની કેફિયત કરી હતી. પરંતુ બાદમાં શબ્બીર સામે આવતા જ તેણે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. તેના બાદ બંને મળ્યા હતા. કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો. તેના બાદ અમદાવાદમાં મૌલાના કમરગની, મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ હતી.


દાવત-એ-ઈસ્લામની અમદાવાદમા 2000 દાનપેટી
કમરગન ઉસ્માની પાકિસ્તાનની જે દાવત-એ-ઈસ્લામ સંસ્થા સાથે જોડાયેલો છે, તેની દેશભરમાં અનેક શાખાઓ આવેલી છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણે આ સંસ્થાની શાખા છે. આ સંસ્થા ઈસ્લામિક શિક્ષણના નેજા હેઠળ બ્રેઈનવોશ કરવાનુ કામ કરે છે. દાવત-એ-ઈસ્લામી સંસ્થાની માત્ર અમદાવાદમા જ 2000 જેટલી દાનપેટી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube