પોરબંદરમાં 2 અને સુરતમાં 1 નવા કેસ નોંધાયો, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 85 થઈ
ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે 8 નવા કેસ આવ્યા બાદ અત્યારે પણ બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જામનગર/સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ત્રણ પોઝિટિસ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 85 પર પહોંચી ગયો છે. પોરબંદરમાં બે અને સુરતમાં એક નવો કેસ નોંધાયો છે. આજે જામનગરની લેબમાં કુલ 9 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંન્ને કેસ પોરબંદરના છે. એક 27 વર્ષીય યુવતી અને 42 વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સુરતમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મધ્યપ્રદેશથી સુરત આવી હતી. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
પોરબંદર જિલ્લામાં કોરોનાના 3 કેસ
આ બે નવા કેસની સાથે પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી પોરબંદરમાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
રાજ્યમાં ક્યા જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ - 31 કેસ, 4 રિકવર, 3ના મોત
વડોદરા - 9 કેસ, 1 રિકવર
સુરત - 11 કેસ, 1 મોત, 1 રિકવર
રાજકોટ - 10 કેસ
ગાંધીનગર - 11 કેસ
ભાવનગર - 6 કેસ, 2 મોત
પોરબંદર - 3 કેસ
કચ્છ-મહેસાણા- 1-1- કેસ
ગીર-સોમનાથ - 2 કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર