ઉદય રંજન, અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર સાઉથ બોપલમાં ઈમારતનું બાંધકામ કરતા સયમે માચડો તૂટતાં 3 મજૂરો ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે 14માં માળથી નીચે પટકાતા ત્રણ મજૂરના મોત થયા છે. જો કે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બેદરકારી કોની તે અંગે તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દાદા સાહેબ ફાળકેએ ગોધરામાં ખોલ્યો હતો સૌથી પહેલો સ્ટૂડિયો


સાઉથ બોપલમાં આવેલ હાઇરાઇઝ સાઉથ વિડ નામની કન્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ઇમારતનું બાંધકામ કરતા સમયે 14માં માળે ત્રણ મજૂરો કામ કરી રહ્યાં હતા અને અચાનક માચડો તૂટતા ત્રણેય મજૂરો નીચે પટકાયા હતા. જેમાં 2 યૂપી અને 1 ઝારખંડના યુવાનનું મોત થયું છે. ત્યારે મૃતકોના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, મજૂરને સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા.


આ પણ વાંચો:- આ વખતે નવરાત્રિમાં રોમિયોગીરી કરતા પહેલા સો વાર વિચારી લેજો, નહીં તો...


જો સેફટીના સાધનો આપ્યા હતો તો કદાચ એમના પરિવારના સભ્યોના જીવ બચી શક્યા હતો. ત્યારે આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં અગંદ કુમાર, શ્યામ નારાયણ અને ઓમ પ્રકાશ સિંહનું મોત થયું છે. પોલીસ કોની બેદરકારીએ ત્રણેયના જીવ ગયા તે અંગે વધુ તપાસ કરી રહી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...