આ વખતે નવરાત્રિમાં રોમિયોગીરી કરતા પહેલા સો વાર વિચારી લેજો, નહીં તો...

નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે મહિલા અને યુવતીઓની સલામતી માટે મહિલા પોલીસે 14 ટિમો બનાવી છે. ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કોસ્ટેબલ ક્લબ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવશે.

આ વખતે નવરાત્રિમાં રોમિયોગીરી કરતા પહેલા સો વાર વિચારી લેજો, નહીં તો...

ઉદય રંજન, અમદાવાદ: નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે મહિલા અને યુવતીઓની સલામતી માટે મહિલા પોલીસે 14 ટિમો બનાવી છે. ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કોસ્ટેબલ ક્લબ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવશે. આ સાથે જ યુવતીઓને પણ સચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

મહિલા ક્રાઇમ બ્રાન્ચે નવરાત્રીના તહેવારને લઈને મહિલાઓની સુરક્ષા માટે રક્ષક સ્કોડ બનવામાં આવી છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં મહિલા ક્રાઇમની ટિમો યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા કરશે. રોમિયોગીરી કરનારા યુવકોને ઓળખીને કાયદાનો પાઠ પણ મહિલા પોલીસ ભણાવશે. મહિલા ક્રાઇમ દ્વારા યુવતીઓને સોસીયલ મીડિયા દ્વારા અજાણ્યા શખ્સો સાથે નવરાત્રીના ગરબા રમવા નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

પોલીસ પોતાની રીતે યુવતીઓની સુરક્ષા માટે ખડેપગે રહેશે. પરંતુ પોતાની સુરક્ષા માટે યુવતીઓ પણ સભાન રેહવાની જરૂર છે. અંધારામાં ક્યાંય જવું નહીં, પરિચિત સાથે ગરબા રમવા જવું અને ઠંડા પીણાંનું સેવન ખુલ્લા હોય તેને નહીં પીવા જોઇએ. કોઈ તેમાં કેફી પીણું મેળવીને પીડાવાની શક્યતા રહે છે. પોતાના મોબાઈલમાં જીપીઆરએસ એક્ટિવ રાખવું અને પોતાના પરિવારને પોતાના મિત્રોનો નમ્બર આપીને જવું જરૂરી છે.

મહિલા ક્રાઇમ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે નવરાત્રીમાં આખી રાત એક્ટિવ રહીને કામ કરશે. પરંતુ યુવતીઓ પણ પોતાની સુરક્ષા માટે સચેત રહેવાની જરૂર છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news