જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા ત્રણેય શ્રદ્ધાળુ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના શહેરના લાભી પાટીયા પાસે પગપાળા અંબાજી જઈ રહેલા ત્રણ યુવક શ્રદ્ધાળુઓનું મોત થયું છે. આ યાત્રિકો દેવગઢબારીયા તાલુકાના ભૂતપગલાના તેમજ સીંગવડ તાલુકાના ચુંદડીના પરબીયા ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પગપાળા પહોંચી રહ્યાં છે. આવામાં પગપાળા જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં અકસ્માતોનો પણ સામનો કરવો પડે છે. બેફામ ગાડી હંકારતા લોકોને કારણે શ્રદ્ધાળુઓના મોત થાય છે. હાલ, સમગ્ર રાજ્યમાંથી વિવિધ શહેર-ગામના લોકો અંબાજી તરફ પગપાળા જવા રવાના થયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :