માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોના (corona virus) નું એપિ સેન્ટર બની ગયું છે. અહીથી રોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. રાજકોટ (Rajkot) માં આજે વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 11 દિવસની બાળકી, 47 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકીની માતા-પિતાના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા. આ સાથે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોના (corona virus) નું એપિ સેન્ટર બની ગયું છે. અહીથી રોજ નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. રાજકોટ (Rajkot) માં આજે વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 11 દિવસની બાળકી, 47 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકીની માતા-પિતાના રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યા. આ સાથે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે.
ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો.....
રાજકોટમાં 3 પૈકી 2 કેસ કલ્સટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં થયા છે. જ્યારે કે, એક કેસ પ્રથમ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. જોકે, માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ સૌ માટે ચોંકાવી દે તેવો છે.
સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબાળો
રાજકોટના સહકારી આગેવાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાના હતા. તેઓ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક આપવા માટે જવાના હતા. જોકે, તેઓને આ માટેની પરમિશન ગાંધીનગરમાંથી આપવામાં નથી આવી. રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે સખીયા, રા.લો સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા, યાર્ડના વાઇસ ચેરમેન હારદેવસિંહ જાડેજા સહિતના સહકારી આગેવાનો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીને નહિ મળી શકે. સીએમ કાર્યાલયમાંથી હાલમાં નહિ આવવા માટે સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર